ઘર ખરીદવા માંગતા હોય તો કાલે મળી શકે મોટી ગિફ્ટ, GST કાઉન્સિલની મહત્વની બેઠક મળશે
ઘર ખરીદવા માંગતા હોય તો કાલે મળી શકે મોટી ગિફ્ટ
નવી દિલ્હીઃ જો તમે ઘર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો સરકાર જલદી જ તમને એક મોટી ગિફ્ટ આપી શકે છે. જીએસટી કાઉન્સિલની કાલે મહત્વની બેઠક મળનાર છે. આ બેઠકમાં સરકાર ઘર ખરીદદારોને મોટી રાહત આપી શકે છે. સૂત્રો મુજબ સરકાર ઘર ખરીદદારોને જીએસટી ઘટાડીને રાહત આપી શકે છે. જણાવી દઈએ કે મંત્રિઓનો એક સમૂહ અંડર કન્સ્ટ્રક્શન રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરવાના પક્ષમાં છે. જો આવું થાય છે તો ઘર ખરીદવું તમારા માટે સહેલું થઈ જશે. હાલ તમારે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ માટે 12 ટકા જીએસટી આપવું પડે છે.

ઘર ખરીદદારોને રાહત મળશે
જણાવી દઈએ કે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી અને સીમેન્ટ પર જીએસટી દ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કાલે મળનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં સરકાર ઘર ખરીદી પરના જીએસટીમાં કટૌતી કરી શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટર અને ઘર ખરીદદારોને રાહત આપવા માટે બનેલ GOM પહેલેથી જ આ મામલે બેઠક કરી ચૂક્યું છે. આ બેઠક બાદ તેમણે પોતાની ભલામણો જીએસટી કાઉન્સિલને સોંપી દીધી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે લોકોને જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠકમાં જીએસટી ઘટાડીને સરકાર રાહત આપી શકે છે.

અફોર્ડેબલ હાઉસિંગ પર પણ રાહત મળશે
જ્યારે મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બેઠકમાં અફોર્ડેબલ હાઉસિંગ પર પણ રાહત આપવામાં આવી શકે છે. જેના પર હાલ 8 ટકા જીએસટી લાગે છે, જેને સરકાર ઘટાડીને 3 ટકા કરવાના પક્ષમાં છે. અપેક્ષા કરવામાં આવી રહી છે કે કાલે મળનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ ભલામણો પર ચર્ચા થશે.

બેઠકમાં ખાસ શું હશે
કાલે મળનાર જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠકમાં હોમ બાયર્સની સાથે જ રિયલ એસ્ટેટ સેક્ટને પણ મોટી રાહત મળવાની સંભાવના છે. કંપોઝિશન સ્કીમને મંજૂરી મળી શકે છે. જ્યારે અફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી માટે નવા ફોર્મ્યુલાને મંજૂરી મળવાની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
