For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST council : ગુજરાતની ચૂંટણી પહેલા GST પર મળી મોટી છૂટ

ગુજરાત ચૂંટણીની ઇફેક્ટ, જીએસટી કાઉન્સિલે 28 ટકાના ટેક્સમાં રાખી ખાલી 50 વસ્તુુઓ. બાકી તમામ વસ્તુઓ થઇ સસ્તી. જાણો શું થયું છે સસ્તુ અને શું હજી પણ છે મોંઘું. વિગતવાર વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક વસ્તુઓ પરથી જીએસટી ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. હવે 28 ટકાના ટેક્સ સ્લેબમાં ખાલી 50 વસ્તુઓ જ રાખવામાં આવી છે. અને કુલ 227 વસ્તુઓ પરથી 28 ટકા ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલના આ મોટા નિર્ણય પછી ચોકલેટ, સેવિંગ ક્રીમ જેવી 177 વસ્તુઓ સસ્તી થઇ ગઇ છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા લોકોનો આર્થિક ભાર હળવો કરવા આ ખાસ પહેલ કરવામાં આવી છે.

arun

ચોકલેટ, આફટર શેવ, ડિઓડરન્ટ, વોશિંગ પાવડર, માર્બલ પર હવે 18 ટકા જીએસટી લાગશે. પેઇન્ટ્સ, સિમેન્ટ, વોશિંગ મશીન, એર કન્ડિશર્સ જેવી વસ્તુઓ હજી પણ 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા જીએસટી ટેક્સ સ્લેબમાં સરકારે મોટી રાહત જાહેર કરી છે. ત્યારે આનાથી ગુજરાતની ચૂંટણી વખતે શું અસર થાય તે જોવું રહ્યું

English summary
GST : Modi gift before Gujarat election, only 50 items to remain in 28 percent slab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X