Gujarat budget 2024: સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઇ

Gujarat budget 2024, General Administration Department: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ઇન્ફનર્મેશન ટેકનોલોજી, AI અને Dataના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્તરે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા માટે અમારી સરકાર કાર્ય કરી રહી છે.

Gujarat budget 2024, General Administration Department,

માળખાગત સગવડોને લગતા વિવિધ પ્રોજેકટ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પ્રોજેકટનું ઓનલાઇન પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત મોનિટરીંગ તથા રીયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ થઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના 1.5 ટકા જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે.

ચાલુ વર્ષે ડીબીટી થકી 400 કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે 14 હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.

વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એટીવીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 1310 કરોડની જોગવાઇ.

યોજનાઓના નિર્ધારણ, અમલીકરણ અને ગુણવત્તાલક્ષી ફેરફારો માટે મૂલ્યાંકન કરવા માટે 3 કરોડની જોગવાઇ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X