For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત 2015થી કચ્છમાં રૂપિયા 40000નું રોકાણ આવશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 જાન્યુઆરી : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત 2015માં આ વર્ષે રોકાણ માટેના કરારનો આંકડો નવો વિક્રમ સર્જશે તેવી ધારણા બાંધવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતના કચ્છ જિલ્લામાં આવનારા ત્રણ વર્ષમાં લગભગ રૂપિયા 40,000 કરોડનાં મૂડીરોકાણ આવશે તેવો અંદાજ છે. આમાંથી મોટા ભાગનું રોકાણ કુદરતી ઉર્જા સ્રોતોમાંથી વીજળી મેળવવા માટે કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આઇએલ એન્ડ એફએસના 4,000 મેગાવોટના વીજમથક કુલ 10,000 મેગાવોટના પ્રોજેક્ટ્સ, અનિલ અંબાણીના એડીએજી, બીનાની અને ડીએલએફના સિમેન્ટ પ્લાન્ટ, સહિતના નાનામોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ સંદર્ભમાં કચ્છના કલેક્ટર મહેન્દ્ર પટેલે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હતું કે જિલ્લામાં 2-3 વર્ષમાં 30,000થી 40,000 કરોડના નવાં મૂડીરોકાણ આવશે.

gujarat-map-600

કચ્છ જિલ્લા કલેક્ટરેટ અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકિયા)ના સંયુક્ત ઉપક્રમે કચ્છના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (ડીઆઇસી)માં રોકાણકારોની સવલત માટે તૈયાર કરેલા 'ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સેલ'ની જાહેરાત દરમિયાન તેમણે આ મુજબ જણાવ્યું હતું.

તેમના કહેવા પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત 2015 સમિટ દરમિયાન કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ આવશે. તેમાં એકલા વીજ ક્ષેત્રમાં 10,000 મેગાવોટની નવી વીજ ક્ષમતાવાળા પ્રોજેક્ટ મુખ્ય છે. તેમાં આઇએલ એન્ડ એફએસના 4,000 મેગાવોટનું વીજમથક અને અત્યારે કચ્છમાં કાર્યરત વીજ કંપનીઓના વિસ્તરણના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

અનિલ અંબાણીની આગેવાનીમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (એડીએજી) 5.6 મિલિયન ટન્સ પર એનમની ક્ષમતાવાળો સિમેન્ટ પ્લાન કચ્છમાં સ્થાપી રહી છે.

આ ઉપરાંત કચ્છમાં સિમેન્ટ એકમ શરૂ કરવા માટે બીનાની અને ડીએલએફના પ્રસ્તાવ પણ આવ્યા હોવાનું પટેલે જણાવ્યું હતું. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ પછી કચ્છે ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી હોવા છતાં કૃષિ, એગ્રો પ્રોસેસિંગ, ડેરી, હોર્ટિકલ્ચર, કોલ્ડ સ્ટોરેજ, લોજિસ્ટિક્સ પાર્ક અને ખનન જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિનો નોંધપાત્ર અવકાશ ધરાવે છે.

English summary
Gujarat : Kutch will get Rs. 40000 crore investment in 3 years from Vibrant Gujarat 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X