સૌથી વધુ લેભાગુ કંપનીઓ ગુજરાતમાં, પંજાબમાં સૌથી ઓછી
નવી દિલ્હી, 12 ઓગસ્ટ : સરકારે સામાન્ય નાગરિકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતો રાત ગાયબ થઇ જતી 87 જેટલી લેભાગુ કંપનીઓ અને તેના નિર્દેશકોની શોધ કરવા માટે પગલાં ભર્યાં છે. મહત્વની બાબત એ છે કે આવી લેભાગુ કંપનીઓની સંખ્યાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છે. ગુજરાતમાં આવી 26 લેભાગુ કંપનીઓ નોંધાઇ છે.
આ અંગે કંપની બાબતોવા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ અનુસાર આવી કંપનીઓ અને તેમના નિર્દેશકો વિરુદ્ધ સંબંધિત રાજ્ય પોલીસમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આવી કંપનીઓ શોધીને તેમની વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરવમાં આવશે. કંપની દ્વારા મૂડી ઉઘરાવવામાં આવે અને ત્યાર બાદ તેની ઓફિસનું સરનામુ ના મળે તો તેને ગાયબ થયેલી કે લેભાગુ કંપનીની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
આવી કંપનીઓ અને તેના નિર્દેશકો સામે કંપની કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે છે. આ કંપનીઓ સામે કાયદેસર રિટર્ન દાખલ નહીં કરવા, પ્રોસ્પેક્ટસમાં ખોટી માહિતી આપવા અને જનતાને ગેરમાર્ગે દોરી પૈસા રોકવા ઉત્સુક કરવા જેવા ગુના નોંધવામાં આવે છે.
દેશમાં કયા રાજ્યમાં કેટલી લેભાગુ કંપનીઓ છે તેની વિગતો આ સ્લાઇડમાં છે...

લેભાગુ કંપનીઓ
લેભાગુ કંપનીઓની સંખ્યાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છે.આવી કંપનીઓ અને તેના નિર્દેશકો સામે કંપની કાયદા હેઠળ કેસ નોંધવામાં આવે છે. આ કંપનીઓ સામે કાયદેસર રિટર્ન દાખલ નહીં કરવા, પ્રોસ્પેક્ટસમાં ખોટી માહિતી આપવા અને જનતાને ગેરમાર્ગે દોરી પૈસા રોકવા ઉત્સુક કરવા જેવા ગુના નોંધવામાં આવે છે.
દેશમાં કયા રાજ્યમાં કેટલી લેભાગુ કંપનીઓ છે તેની વિગતો આ મુજબ છે...

ગુજરાત
26 લેભાગુ કંપનીઓ

આંધ્ર પ્રદેશ
13 લેભાગુ કંપનીઓ

તમિલનાડુ
10 લેભાગુ કંપનીઓ

મહારાષ્ટ્ર
9 લેભાગુ કંપનીઓ

દિલ્હી
5 લેભાગુ કંપનીઓ

પશ્ચિમ બંગાળ
5 લેભાગુ કંપનીઓ

મધ્યપ્રદેશ
5 લેભાગુ કંપનીઓ

ઉત્તર પ્રદેશ
4 લેભાગુ કંપનીઓ

બિહાર
4 લેભાગુ કંપનીઓ

ચંદીગઢ
2 લેભાગુ કંપનીઓ

કર્ણાટક
2 લેભાગુ કંપનીઓ

પંજાબ
1 લેભાગુ કંપની

ઓરિસ્સા
1 લેભાગુ કંપની
ગુજરાત - 26 લેભાગુ કંપનીઓ
આંધ્ર પ્રદેશ - 13 લેભાગુ કંપનીઓ
તમિલનાડુ - 10 લેભાગુ કંપનીઓ
મહારાષ્ટ્ર - 9લેભાગુ કંપનીઓ
દિલ્હી - 5 લેભાગુ કંપનીઓ
પશ્ચિમ બંગાળ - 5 લેભાગુ કંપનીઓ
મધ્યપ્રદેશ - 5 લેભાગુ કંપનીઓ
ઉત્તર પ્રદેશ - 4 લેભાગુ કંપનીઓ
બિહાર - 4 લેભાગુ કંપનીઓ
ચંદીગઢ - 2 લેભાગુ કંપનીઓ
કર્ણાટક - 2 લેભાગુ કંપનીઓ
પંજાબ - 1 લેભાગુ કંપની
ઓરિસ્સા - 1 લેભાગુ કંપની












Click it and Unblock the Notifications
