For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટી રકમની બચત પર વધારે રિટર્ન મેળવવાની ટિપ્સ

|
Google Oneindia Gujarati News

ભવિષ્યમાં પડનારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપ સમયાંતરે બચત કરી રહ્યા હોવ અને જેના કારણે આપના સેવિંગ બેંક એકાઉન્ટમાં બચત માટે એક મોટી રકમ ભેગી થઇ હોય તો અમે આપને એવી ટિપ્સ આપી રહ્યા છીએ જેની મદદથી આપ મહત્તમ વળતર મેળવી શકશો.

મોટા ભાગના એક્સપર્ટ્સ એવી સલાહ આપે છે કે આપ મહત્તમ છ મહિના ચાલે એટલી રકમ ઇમર્જન્સીમાં ઉપયોગ માટે બચત કરી શકો છો. આ સિવાયની રકમનું આપે સારી જગ્યાએ રોકાણ કરવું જોઇએ.

આ રોકાણ બેંક એકાઉન્ટમાં એટલા માટે ના કરવું જોઇએ કારણ કે ત્યાં મહત્તમ 4 ટકાનું જ રિટર્ન મળે છે. આનો અર્થ એમ થયો કે જો આપ આપના સેવિંગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 1 લાખનું રોકાણ કરશો તો આપને વર્ષે માત્ર 4000 રૂપિયાનું રિટર્ન મળશે...

1.ઉંચું વ્યાજ ચકાસો

1.ઉંચું વ્યાજ ચકાસો


એવી બેંકમાં બચત ખાતું ખોલાવો જેમાં ઉંચું વ્યાજ મળતું હોય. આ માટે યસ બેંકમાં 7 ટકા વ્યાજ મળે છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંક, રત્નાકર બેંક, ઇન્ડુસ ઇન્ડ જેવી બેંકો સેવિંગ બેંક એકાઉન્ટ પર વધારે વ્યાજ આપે છે.

2. ફ્લેક્સી ડિપોઝિટ્સ

2. ફ્લેક્સી ડિપોઝિટ્સ


આપ બેંકમાં ફ્લેક્સી ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ એકાઉન્ટ એક સાથે સેવિંગ બેંક એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ જેવું કામ કરે છે. તેમાં મૂકેલા નાણા પર જેટલો સમય નાણા રહે તેટલા સમય સુધી ફિક્સ ડિપોઝિટ જેવું ઊંચું વ્યાજ મળે છે અને જરૂર પડે તો નાણાનો ઉપાડ પણ કરી શકાય છે.

3. શોર્ટ ટર્મ ડિપોઝિટ્સ

3. શોર્ટ ટર્મ ડિપોઝિટ્સ


આ ઉપરાંત આપ શોર્ટ ટર્મ ડિપોઝિટમાં પણ નાણા રોકી શકો છો. જે સેવિંગ બેંક એકાઉન્ટ કરતા વધારે વ્યાજ ઓફર કરે છે.

4. ગોલ્ડ ઇન્વેસ્ટ

4. ગોલ્ડ ઇન્વેસ્ટ


વર્તમાન સમયમાં સોનાના ભાવ નીચા ઉતર્યા છે. આગામી સમયમાં તેમાં ફરી તેજી જોવા મળી શકે તેમ એક્સપર્ટ્સનું માનવું છે. તો ફિઝિકલ ગોલ્ડ અથવા ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ કરીને વધારે વળતર મેળવી શકાય છે.

English summary
Have Large Balances in Your Savings Account? Here's How You Can Earn Better Returns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X