1 જુલાઇના રોજ HDFC બેંક થશે મર્જ, ગ્રાહકો જાણી લે આ અપડેટ્સ

HDFC અને HDFC બેંક મર્જર અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. 1 જુલાઇ, 2023ના રોજ ભારતીય ઇતિહાસમાં સૌથી મોટું મર્જર થશે. જે બાદ શેર માર્કેટમાં એચડીએફસી લિમિટેડના શેરની ટ્રેન્ડિગ બંધ થઇ જશે.

1 જુલાઇથી HDFC લિમિટેડ અને HDFC બેંક બંનેનું મર્જર થઇને એક થઇ જશે, જે બાદ બજારમાં આ બંને કંપનિ એક સાથે મળીને કારોબાર કરશે.

HDFC

30 જૂનના રોજ યોજાશે બોર્ડ મિટિંગ - નોંધનીય બાબત છે કે, 30 જૂનના રોજ HDFC અને HDFC બેંકની બોર્ડ મિટિંગ યોજાશે, જેમાં મર્જરને અસરકારક બનાવવામાં આવશે અને વધુ માહિતી આપવામાં આવશે. મર્જર બાદ 13 જુલાઈથી બજારમાં HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ બંધ થઈ જશે.

ગ્રાહકોને ઘણા ફેરફારોનો સામનો કરવો પડશે - બંને કંપનીઓના મર્જર બાદ ગ્રાહકોને ઘણા ફેરફારોનો સામનો કરવો પડશે. HDFC હાલમાં HDFC બેંક કરતાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વધુ વ્યાજનો લાભ આપી રહી છે, જે લોકોનું આ બેંકમાં ખાતું છે, તેમને તેના નવા નિયમો જાણી લેવા પડશે.

કરોડો ગ્રાહકોને થશે અસર - આ મર્જર બાદ બંને કંપનીઓના ખાતાધારકોને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળશે. આ સાથે તમે બેંકિંગ અને ફાઇનાન્સનો એકસાથે લાભ લઈ શકશો. ગ્રાહકોને HDFC બેંકની શાખામાં જ HDFC પ્રોડક્ટ અને સેવાઓનો લાભ મળશે. આ મર્જરને કારણે કરોડો બેંક ખાતાધારકો, HDFC પાસેથી લોન લેનારાઓને અસર થશે.

એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી મર્જરની જાહેરાત - HDFC બેંકના હાઉસિંગ ધિરાણકર્તા HDFC લિમિટેડ સાથે મર્જરની જાહેરાત લગભગ એક વર્ષ પહેલાં એટલે કે એપ્રિલમાં કરવામાં આવી હતી. 40 બિલિયન ડોલરના આ મર્જરને ભારતીય કોર્પોરેટ જગતનો સૌથી મોટો સોદો કહેવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, HDFC બેંક HDFCના 25 શેર માટે 42 નવા શેરનું વિતરણ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X