For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HDFC થી હોમ લોન લેનાર 51000 ગ્રાહકોને આ ફાયદો મળ્યો

જો તમે એચડીએફસી બેંકમાંથી લોન લીધી છે તો તમારા માટે એક સારા સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

જો તમે એચડીએફસી બેંકમાંથી લોન લીધી છે તો તમારા માટે એક સારા સમાચાર છે. એચડીએફસી બેંકમાંથી હોમ લોન લેનાર 51000 કરતા પણ વધારે હોમ લોન ગ્રાહકોને 1100 કરોડની સબસીડી પાછી આપવામાં આવી છે. બેંક ઘ્વારા રવિવારે આ બાબતે જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર લેનાર 51 હજાર કરતા પણ વધારે ગ્રાહકોને 1100 કરોડ રૂપિયાની આર્થિક સહાય વિતરણ કરવામાં આવી છે. બેંક ઘ્વારા જણાવવામાં આવ્યું કે આર્થિક રૂપે કમજોર વર્ગ, ઓછું ઈન્ક્મ ગ્રુપ અને માધ્યમ આવક લોકોને PMAY યોજના હેઠળ લોન સબસીડી સ્કીમ અંતર્ગત 9800 કરોડ રૂપિયા કરતા પણ વધારે હોમ લોન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો: સરકાર જલ્દી 75 રૂપિયાનો સિક્કો બહાર પાડશે, જાણો ખાસિયત

એચડીએફસી બેંકમાંથી હોમ લોન લેનાર લોકોને સબસીડી મળી

એચડીએફસી બેંકમાંથી હોમ લોન લેનાર લોકોને સબસીડી મળી

એચડીએફસી બેંકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્રેડિટ લીકવીડ સબસીડી સ્કીમ હેઠળ આર્થિક રૂપે કમજોર, ઓછું ઈન્ક્મ ગ્રુપ અને મિડલ ઈન્ક્મ ગ્રૂપના લોકોને 9800 કરોડ રૂપિયાની હોમ લોન આપી છે. બેંકે 30 સપ્ટેમ્બરે પુરી થયેલી ત્રિમાસીમાં 18 ટકા લોનને મંજૂરી આપી. બેંક આ શ્રેણીની માસિક રૂપે 8300 હોમ લોન મંજુર કરે છે, જે એવરેજ લગભગ 1354 કરોડ રૂપિયા થાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મળ્યો

બેંક ઘ્વારા જણાવવામાં આવ્યું કે સંખ્યાના આધાર પર 37 ટકા અને મૂલ્યના આધાર પર 18 ટકા હોમ લોન ઈ ડબ્લ્યુએસ અને એલઆઇજી શ્રેણીના લોકોને આપવામાં આવી છે. આ શ્રેણીના આવેદનો પર એવરેજ 1354 કરોડ રૂપિયાની લોન મંજુર કરવામાં આવી હતી.

2015 દરમિયાન સ્કીમ શરુ થઇ

2015 દરમિયાન સ્કીમ શરુ થઇ

આપને જણાવી દઈએ કે સરકારે આ સબસીડી યોજની શરૂઆત જૂન 2015 દરમિયાન કરી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન લેનાર આર્થિક રૂપે કમજોર, ઓછું ઈન્ક્મ ગ્રુપ અને મિડલ ઈન્ક્મ ગ્રૂપના લોકોને વ્યાજમાં સબસીડી આપવામાં આવે છે.

English summary
HDFC disburses Rs 1,100 crore subsidy to 51,000 home buyers under PMAY
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X