For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારુ ITR સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?

જો તમે પોતાનુ આઈટીઆર ફાઈલ કરાવી દીધુ હોય તો તમે પણ પોતાનુ આઈટીઆર સ્ટેટસ ચેક કરવા ઈચ્છતા હશો. આ રીતે ચેક કરો.

|
Google Oneindia Gujarati News

જો તમે પોતાનુ આઈટીઆર ફાઈલ કરાવી દીધુ હોય તો તમે પણ પોતાનુ આઈટીઆર સ્ટેટસ ચેક કરવા ઈચ્છતા હશો. આવકવેરા રિટર્ન ભર્યા બાદ આવકવેરા વિભાગ પોતાના રિટર્ન પ્રોસીડ કરવાનું શરૂ કરી દે છે. આખી પ્રક્રિયા સમાપ્ત થવા પર કરદાતાને બાકીની રકમ ચૂકવી દેવામાં આવે છે. ચકાસણી બાદ તમારા આઈટીઆરનું સ્ટેટસ 'સફળતાપૂર્વક ચકાસાયેલ' કે 'સફળતાપૂર્વક ઈ-ચકાસાયેલ' થઈ જશે તરીકે દેખાશે. આખી પ્રક્રિયા સમાપ્ત થયા બાદ સ્થિતિ 'આઈટીઆર પ્રોસીડ' થઈ જશે રૂપમાં દેખાશે. આ બધા માટે તમારે ઈનકમ ટેક્સની વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર જવુ પડશે.

ITR

આ રીતે કરો ચકાસણી કે વેરિફિકેશન

વેરિફિકેશન દરમિયાન વિભાગ તમારા દ્વારા ઘોષિત કરવામાં આવેલી આવક તેમજ ચૂકવાઈ ગયેલ ટેક્સનું એસેસમેન્ટ કરે છે. આમાં એ જોવામાં આવે છે કે બંને વચ્ચે કોઈ તફાવત તો નથી. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ વિભાગ સામાન્ય રીતે તમને કલમ 143 (1) હેઠળ એક નોટિસ મોકલે છે જે તમને સૂચિત કરે છે કે તમારુ રિટર્ન સ્વીકારી લેવામાં આવ્યુ છે કે નહિ. અધિક કર વિભાગની ગણના તેમજ તમારા દ્વારા જમા કરવામાં આવેલ ટેક્સમાં સમાનતા ના મળવા પર કલમ 143(1) હેઠળ તમને વધુ ટેક્સ જમા કરાવવાની નોટિસ મોકલવામાં આવશે. જો વિભાગ પાસે તમારી બાકીની રકમ છે તો નોટિસમાં પણ તેનો ઉલ્લેખ હશે. જો તમે ટેક્સ ભર્યા બાદ આઈટીઆર સ્ટેટસ તપાસવા ઈચ્છો છો તો તમારી પાસે આના માટે બે સરળ રીતે છે.

લોગિન કર્યા વિના એકનોલેજમેન્ટ નંબર દ્વારા

ઈ-ફાઈલિંગ વેબસાઈટના હોમપેજ પર ડાબી બાજુ તમને આઈટીઆર સ્થિતિ (ITR Status) તપાસવાનો વિકલ્પ દેખાશે.

એક વાર આઈટીઆર સ્થિતિ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમને એક નવા પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં તમારે પોતાનો પેન નંબર, આઈટીઆર એકનોલેજમેન્ટ સંખ્યા અને કેપ્ચા કોડ ભરવાનુ રહેશે.

વિવરણ ભરીને જમા કરાવવા પર, સ્ક્રીન પર Status દેખાઈ જશે.

લૉગ ઈન ડિટેલ બાદ સ્ટેટસ ચેક કરવુ

ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર લૉગ ઈન કરો અને ડેશબોર્ડ પર તમને 'રિટર્ન/ફોર્મ જુઓ' વિકલ્પ દેખાશે.

'રિટર્ન/ફોર્મ જુઓ' વિકલ્પ પર જાવ, ડ્રોપડાઉન મેનુથી આવકવેરા રિટર્ન અને નિશ્ચિત વર્ષ પસંદ કરો અને જમા કરો.

જમા કરવા પર Status સ્ક્રીન પર દેખાઈ જશે.

ત્યારબાદ તેમાં આઈટીઆર માત્ર ચકાસાયેલ છે કે આ તે સંશોધિત કરી દેવાયુ છેની માહિતી હશે.

આ પણ વાંચોઃ આઈઆઈટી મંડી આપી રહી છે 10 કરોડ રૂપિયા, પણ રાખી આ શરતઆ પણ વાંચોઃ આઈઆઈટી મંડી આપી રહી છે 10 કરોડ રૂપિયા, પણ રાખી આ શરત

English summary
Here you will know the process to check ITR Status.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X