હોંડાએ લોંચ કરી અમેજ, કિંમત 4.99 લાખથી શરૂ

કંપનીએ દેશમાં પ્રથમ વાર તેમાં ડીઝલ એન્જીન રજૂ કર્યું છે, જ્યારે તેની પૂર્ણ સ્વામિત્વવાળી સહયોગી કંપની હોંડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (એચસીઆઇએલ) તેને પેટ્રોલ વર્ઝન પહેલાંથી જ ઉપલબ્ધ કરાવી રહી છે.
કંપનીની ડીઝલ કારની કિંમત 5.99 લાખથી માંડીને 7.60 વચ્ચે છે, જ્યારે તેના પેટ્રોલ કારની કિંમત 4.99 લાખથી માંડીને 7.50 લાખ વચ્ચે છે. કંપનીએ આ કારને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવી છે અને આ કાર મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયરને સ્પર્ધા આપશે. મારૂતિ સુઝુકીની પેટ્રોલ સ્વિફ્ટ ડિઝાયરની કિંમત 4.92 લાખથી માંડીને 6.74 લાખ વચ્ચે છે, જ્યારે તેના ડીઝલ વર્ઝનની કિંમત 5.99 લાખથી માંડીને 7.5 લાખ વચ્ચે છે. બંને કંપનીઓએ પોતાની આધિકારીક વેબસાઇટમાં તેની કિંમત જાહેર કરી છે.
હોંડા મોટર કંપનીના મેનેજર યોશિયુકી માત્સુમોટોએ પત્રકારોને કહ્યું હતું કે અમેજ અમારા માટે રણનૈતિક મોડલવાળી કાર છે અને તેને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.
પેટ્રોલ વર્ઝન કારની કિંમત
E ગ્રેડની કિંમત- 4.99 લાખ રૂપિયા
EX ગ્રેડની કિંમત- 5.24 લાખ રૂપિયા
S ગ્રેડની કિંમત- 5.62 લાખ રૂપિયા
VS ગ્રેડની કિંમત- 6.60 લાખ રૂપિયા
Sat ગ્રેડની કિંમત- 6.62 લાખ રૂપિયા
VXAT ગ્રેડની કિંમત- 7.50 લાખ રૂપિયા
ડીઝલ વર્ઝનની કિંમત
E ગ્રેડની કિંમત- 5.99 લાખ રૂપિયા
EX ગ્રેડની કિંમત- 6.24 લાખ રૂપિયા
S ગ્રેડની કિંમત- 6.67 લાખ રૂપિયા
VS ગ્રેડની કિંમત- 7.60 લાખ રૂપિયા












Click it and Unblock the Notifications
