હોન્ડાએ લોન્ચ કરી સસ્તી બાઇક, કિંમત 43,150 રૂપિયા

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (એચએમએસઆઇ)ની 110 સીસી ક્ષમતાવાળા સ્કૂટર 'ડિયો' અત્યાર સુધી હોન્ડાનું સૌથી સસ્તું દ્રિચક્રી વાહન હતું, જેની કિંમત 44,718 રૂપિયા છે.
કંપનીના અધ્યક્ષ તથા સીઇઓ કેઇતો મુરામાત્સુએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ભારતીય ઉપભોક્તાઓને આકર્ષિત કરવા માટે ડ્રીમ નિયો હોન્ડાની નવી અને સર્વશ્રેષ્ઠ પેશકશ છે. તેમને જણાવ્યું હતું કે નવા ઉત્પાદકોની પેશકશ અને નેટવર્ક વિસ્તારના કારણે કંપનીએ 100થી 110 સીસીની ક્ષમતાવાળી મોટરસાઇકલ ખંદમાં 150 ટકા સુધીની વૃદ્ધિનો લક્ષ્ય રાખ્યો છે.
મુરામાત્સુએ કહ્યું હતું કે અમે ઉપભોક્તાઓની માંગને પુરી કરવા માટે પ્રતિબદ્ધ છે. નાણાંકીય વર્ષ 2013-14 દરમિયાન કંપનીએ વેચાણમાં 43 ટકા સુધી વૃદ્ધિ કરીને કુલ 39.3 લાખ દ્રિચક્રી વાહનો વેચવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.












Click it and Unblock the Notifications
