
હોમલોન કંપનીઓ સામે ફરિયાદ કેવી રીતે નોંધાવવી?
હંમેશા એવું બનતું નથી કે હોમ લોનની બાબત હંમેશા સરળ હોય છે. અનેકવાર આપે વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયે જ્યારે આપ હોમ લોન કંપની કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની સામે ફરિયાદ નોંધાવી શકો છો.
હોમ લોન કંપનીઓ સામે વિવિધ મુદ્દે ફરિયાદ નોંધાવી શકાય છે. જેમાં લેવી કર, વિશ્વાસની ઉણપ કે અન્ય કારણો પણ હોઇ શકે છે.
આપની ફરિયાદ ક્યાં નોંધાવી શકાશે?
હાઉસિંગ ક્ષેત્ર સંબંધિત કોઇ પણ પ્રકારની ફરિયાદ માટે આપ નેશનલ હાઉસિંગ બેંકના કમ્પ્લેઇન્ટ રિડ્રેસલ સેલનો સંપર્ક સાધી શકો છો. આ માટેનું સંપર્ક સરનામુ આ મુજબ છે.
નેશનલ હાઉસિંગ બેંક
ડિપાર્ટમેન્ટ ઓફ રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન
કોર 5એ, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર,
લોધી રોડ, નવી દિલ્હી - 110003.
જો આપ વ્યક્તિગ્ત રીતે NHBમાં ફરિયાદ નોંધાવી શકો એમ ના હોય તો આપ ઇમેઇલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે અહીં આપેલા ઇમેઇલ એડ્રેસનો સંપર્ક કરવો. crcell@nhb.org.in
અહીં, મહત્વની બાબત એ પણ છે કે તમારી ફરિયાદનો પ્રકાર માત્ર લોન સંબંધિત નહીં, પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત ફરિયાદો જેવી કે મુખ્ય રકમની રિસિપ્ટ નહીં આપવી, વ્યાજ, ડિપોઝિટ સર્ટિફિકેટ નહીં આપવા વગેરે બાબતની હોઇ શકે છે. NHB ફરિયાદ મળતા જ ચકાસણી કરશે તે તેમાં નેશનલ હાઉસિંગ બેંકના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં. જો થયું હોય તો તે અનુસાર પગલાં લેશે.
આ ઉપરાંત NHB લોન સંબંધિત ફરિયાદો પણ ધ્યાનમાં લે છે. જો કે NHB વ્યાજના દરોમાં કોઇ દરમિયાનગીરી કરતું નથી. આ ઉપરાંત હોમ લોનના પ્રિપેમેન્ટ, તેને સંબંધિત ચાર્જીસ, રિકવરી ચાર્જીસ વગેરે સંબંધિત બાબતો ધ્યાનમાં લેતું નથી. લોનને ગ્રાહક, HFC અને NHB વચ્ચે કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન માનવામાં આવે છે.
તારણ :
NHBમાં ફરિયાદ નોંધાયા બાદ કંપનીઓ ત્વરિત રીતે ફરિયાદ નિવારણ કરે છે. તેની સમગ્ર પ્રક્રિયા પણ પારદર્શક હોય છે. જો કે શ્રેષ્ઠ બાબત એ છે કે આપની ફરિયાદ પહેલા કંપનીને નોંધાવો. તેનો નિકાલ ના થાય ત્યારે જ એનએચબીનો સંપર્ક કરો.