જાણો : SMSની મદદથી LIC પોલિસીની વિગતો કેવી રીતે મેળવવી?
આપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે એલઆઇસી (LIC) પોલિસી અંગેની માહિતી હવે આપ એસએમએસ દ્વારા પણ મેળવી શકો છો. આ સુવિધાની મદદથી વ્યક્તિ લોન પ્રાપ્તિ, બોનસ એક્રુએલ, રિવાઇવલ ક્વૉટેશન, પ્રિમિયમ પોઝિશન, પેન્શન પોલિસી વગેરે સંબંધિત માહિતી પ્રાપ્ત કરી શકો છો.
આ તમામ સુવિધાઓ એસએમએમ દ્વારા જાણવા માટે વ્યક્તિનો પોતાની એલઆઇસી પોલિસીનો નંબર યાદ હોવો જરૂરી છે. આ બાબતને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઇએ...

દાખલા તરીકે
Say for example
ASKLIC PREMIUM લખ્યા બાદ તેને આ નંબર્સ પર મોકલો... 56767877 કે 9222492224
જે મુજબ આપે એસએમએસ મોકલ્યો હશે તે મુજબની વિગતો આપને મળશે જેમ કે...
Premium - પોલિસી હેઠળ ઇન્સ્ટોલમેન્ટ પ્રિમિયમ
Revival - જો પોલિસી લેપ્સ થાય તો રિવાઇવલ એમાઉન્ટ કેટલી ચૂકવવી પડશે?
Bonus - ચૂકવવામાં આવેલા બોનસની રકમ
Loan - લોન તરીકે કેટલી રકમ મળવાપાત્ર છે તેની વિગત
NOM - નોમિનેશનની વિગતો
જો આપ પેન્શન પ્લાન સંબંધિત વિગતો જાણવા માંગતા હોવ તો નીચેના શબ્દોનો એસએમએસ મોકલીને પ્રાપ્ત કરી શકો છો...
STAT- IPP પોલિસી સ્ટેટસ
EXCUE- એક્સઝિસ્ટન્સ સર્ટિફિકેટ ડ્યુ
ANNPD- છેલ્લી એન્યુઇટીની રિલિઝ તારીખ
PDTHRU- ચેક, ECS, NEFT દ્વારા અન્યુઇટી પેમેન્ટ
AMOUNT- એન્યુઇટીની રકમ
CHQRET- ચેક રિટર્નની માહિતી
આમ કોઇ પણ વિગત મેળવવા માટે આપે
ASKLIC STAT
મેસેજ ટાિપ કરીને નંબર 56767877 અથવા 9222492224 પર મોકલવાનો રહેશે.












Click it and Unblock the Notifications
