For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 ડિસેમ્બર : આજે બજારની ચાલ કેવી રહેશે?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 30 ડિસેમ્બર : વૈશ્વિક બજારોમાં ક્રુડના ભાવમાં ઘટાડાથી અમેરિકન બજાર ઉપરનું દબાણ વધવાથી અમેરિકાનો ડાઓ જોન્સ ઘટીને બંધ રહ્યો છે. અલબત્ત, યુટિલિટી શેર્સમાં મજબૂતીથી એસએન્ડપી ફરી રેકોર્ડ ઉંચાઈ પર બંધ રહ્યા છે.

ક્રૂડની અસરથી એશિયાના અન્ય માર્કેટ્સમાં પણ ખાસ કરીને નિક્કેઇ અને કોસ્પીમાં કારોબાર ઘટાડા સાથે શરૂ થયો છે. જ્યારે સિંગાપોર નિફ્ટીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.

આજે ક્રુડના ભાવ સાડા પાંચ વર્ષના નવા નીચલા સ્તર સુધી પહોંચ્યા છે. બ્રેન્ટ પર 58 અને નાયમેક્સ પર 54 ડૉલર પ્રતિ બેરલની નજીક કારોબાર થઇ રહ્યો છે.

બીજી તરફ ડૉલર સામે રૂપિયો ગઇ કાલે 13 મહિનાના નીચલા સ્તર પર એટલે કે 63.67ના સ્તરે બંધ રહ્યો હતો. આ તમામ ઘટનાઓની સાથે આજે ભારતીય માર્કેટની નજર કયા મુદ્દા પર રહેશે તે જોઇએ...

1.જમીન અધિગ્રહણ બિલને મંજુરીની અસર

1.જમીન અધિગ્રહણ બિલને મંજુરીની અસર


કેબિનેટે જમીન અધિગ્રહણ બિલ વટહુકમને આપી મંજૂરી. ડિફેન્સ, ઇન્ફ્રા અને અફોર્ડેબલ હાઉસિંગ માટેના જમીન અધિગ્રહણમાં છૂટ મળશે. સાથે જ કોર્પોરેટ વિવાદના ઉકેલ માટેના ઓર્ડિનન્સને પણ લીલી ઝંડી.

2. મેક ઇન ઇન્ડિયા માટે 5 ફોર્મ્યુલા

2. મેક ઇન ઇન્ડિયા માટે 5 ફોર્મ્યુલા


મેક ઇન ઇન્ડિયાના રોડમેપ પર સરકારે ઝડપ વધારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5એમનો ફોર્મ્યુલા આપી છે. આ સપ્તાહના અંતમાં બેન્કોના વડા સાથે વડાપ્રધાન બેઠક યોજવાના છે. જેની અસર બેંક શેર્સ પર જોવા મળી શકે છે.

3. આરબીઆઇની ગતિવિધિ પર નજર

3. આરબીઆઇની ગતિવિધિ પર નજર


વધુ પ્રોવિઝનિંગ અને ધીમી ક્રેડિટ ગ્રોથને કારણે ઘટી બેન્કિંગ સેક્ટરની ગ્રોથ. આરબીઆઈના રિપોર્ટ મુજબ સરકારી બેન્કને વધુ મૂડી પર્યાપ્ત કરવાની ખાસ જરૂરિયાત પર ફોકસ.

4. દિલ્હી છવાશે

4. દિલ્હી છવાશે


દિલ્હીની લગભગ 900 ગેરકાયદેસર કોલોનીને નિયમ હેઠળ લાવવામાં આવશે. કેબિનટના નિર્ણયથી લગભગ આઠ લાખ નાગરિકોને ફાયદો.

5. અમેરિકા પર નજર

5. અમેરિકા પર નજર


- એસએન્ડપી કેસ-સીલર હોમ-પ્રાઈસ ઈન્ડેક્સ અને કન્ઝયુમર કોન્ફિડન્સના આંકડો પર રહેશે.
- જનરલ બિજનેસ એક્ટીવિટી ઈન્ડેક્સ 10.5 થી ઘટીને 4.1 પર રહ્યા, માર્ચના બાદ સૌથી નીચલા સ્તર.
- ડૉલરમાં મજબૂતી અને 10 વર્ષની ટ્રેજરી યીલ્ડ 0.03% ઘટીને 2.21% પર રહી.

English summary
How Indian stock market perform today, December 30, 2014?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X