How to Become Rich: કરોડપતિ બનાવી દેશે આ ટિપ્સ, વાંચો અને અનુસરો
How to Become Rich: દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશનને પહેલ કરી છે. ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને રોકાણ પ્રતિ જાગરુકતા ફેલાવવા માટે વર્લ્ડ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ડે ઓર્ગેનાઇઝેશન કરવામાં આવે છે.
તમારે જાણવું જોઈએ કે આર્થિક રીતે સ્વતંત્ર થવા માટે તમારા માટે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. આ અહેવાલમાં જાણીશું કે, તમે કરોડપતિ કેવી રીતે બની શકો?

પોર્ટફોલિયો ડાઇવર્સિફિકેશન એટલે પોર્ટફોલિયો બનાવવો, જેમાં રોકડ, ઇક્વિટી, ડેટ, વૈકલ્પિક રોકાણ અને કોમોડિટીઝનો સમાવેશ થાય છે. વિવિધ સ્થળોએ રોકાણ કરીને, તમે કોઈપણ એક રોકાણના નબળા પ્રદર્શનની અસરને ઘટાડી શકો છો.
આ નિયમ દરેક વ્યક્તિને લાગુ પડે છે. દરેક વ્યક્તિએ પોતાની આવકને ત્રણ કેટેગરીમાં વહેંચવી જોઈએ. પ્રથમ 50 ટકા ભાગ જરૂરી ખર્ચ માટે હોવો જોઈએ. આ પછી, 30 ટકા તમારી ઇચ્છા પર ખર્ચ કરવો જોઈએ. આ પછી, ત્રીજો ભાગ એટલે કે 20 ટકા દર મહિને બચત પર ખર્ચ કરવો જોઈએ.
60 : 40 પોર્ટફોલિયોનો અર્થ એ છે કે, રોકાણકારો પાસે 60 ટકા ઈક્વિટી અને 40 ટકા ડેટમાં હોવું જોઈએ. નિષ્ણાતો એમ પણ કહે છે કે, રોકાણકારોએ પહેલા તેમની જોખમ સહનશીલતા અને ક્ષમતા વિશે વિચારવું જોઈએ. ઇક્વિટી એસેટ્સ લાંબા ગાળે, લગભગ 7 થી 10 વર્ષમાં તેમના રોકાણના મૂલ્યને વધારવામાં મદદ કરશે. આવા સમયે, જ્યારે બજાર અસ્થિર બને છે, ત્યારે ડેટ એસેટ્સ તમને સલામતી આપે છે.
નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે, રોકાણકારોએ 10 વર્ષ બાદ તેમના ડેટ એક્સ્પોઝરને 5 ટકા સુધી વધારવું જોઈએ. સરળ શબ્દોમાં, તમે તેને આ રીતે કહી શકો છો કે, જ્યારે તમે યુવાન હોવ ત્યારે તમારી જોખમ લેવાની ક્ષમતા વધુ હોય છે, પરંતુ જેમ જેમ તમારી ઉંમર વધે તેમ, તમારે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમારું એક્સપોઝર વધારવું જોઈએ.
કરોડપતિ બનવા માટે, તમારે દર વર્ષે તમારા મ્યુચ્યુઅલ ફંડની SIP વધારવી જોઈએ. નિષ્ણાતો સ્ટેપ-બોય SIP પણ સૂચવે છે.
સ્ટેપ-અપ SIP એ પૂર્વ-નિર્ધારિત ટકાવારી દ્વારા SIP રકમ વધારવી છે. ઉદાહરણ તરીકે, જો તમે આ વર્ષે દર મહિને રૂપિયા 10,000ની SIP કરો છો, તો પછીના વર્ષે તમે તેમાં 10 ટકાનો વધારો કરશો, તો તે રૂપિયા 11,000ની SIP હોવી જોઈએ.












Click it and Unblock the Notifications
