અરુણ જેટલીએ જણાવ્યું વિદેશમાં ભારતીયોનું કેટલું કાળું નાણું છે જમા

Written By:
Subscribe to Oneindia News

બજેટ સત્ર દરમિયાન રાજ્યસભા માં જાણકારી આપવામાં આવી કે, લગભગ 16,200 કરોડ જેટલા કાળા નાણાં ની બાતમી મેળવવમાં આવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાણાં મંત્રી અરુણ જેટલી એ કહ્યું કે, વ્યવસ્થિત તપાસ હેઠળ લગભગ 8200 કરોડ રૂપિયાની અઘોષિત આવકને કર હેઠળ લાવવમાં આવી. આ એ ધન છે જે વિદેશી બેંક HSBC ના અજ્ઞાત ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યું હતું.

arun jaitley

અરુણ જેટલી તરફથી દાખલ કરવામાં આવેલા જવાબ અનુસાર અજ્ઞાત ખાતાઓમાં ભારતીયોના લગભગ 8 હજાર કરોડના ક્રેડિટની જાણકારી પણ મળી છે, જેમના નામ ઇન્ટરનેશનલ કન્સૉર્શ્યમ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ (ICIJ) તરફથી જાહેર કરવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલ કોઇ સત્તાવાર જાણકારી ઉપલબ્ધ નથી કે ભારતીયો દ્વારા કેટલું કાળું નાણું વિદેશમાં જમા કરવામાં આવ્યું છે. જો કે, સરકાર ભારતીયોએ વિદેશમાં જમા કરાવેલા કાળા નાણાંને દેશમાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ મુદ્દો ઉકેલવા માટે કાળું નાણું (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) તથા કર અધિરોપણ કાયદો, 2015 લાગુ કરવામાં આવશે.

અહીં વાંચો - 100 રૂપિયાની નવી નોટ પર નહીં હોય ગાંધીની તસવીર?

English summary
HSBC, ICIJ list: I-T dept detects Rs 16,200 cr black money.
Please Wait while comments are loading...