7,499 રૂપિયામાં આઇબૉલે લોન્ચ કર્યું વોઇસ કોલિંગ ટેબલેટ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: આઇબૉલ સ્લાઇડ 7236 2G ટેબલેટ લોન્ચ થઇ ગયું છે. આ ટેબલેટમાં સિમ કાર્ડ લગાવીને વોઇસ કોલ પણ કરી શકાય છે. આ ટેબલેટની કિંમત માત્ર 7,499 રૂપિયા છે.

આઇબોલ સ્લાઇડ 7236 2G ટેબલેટ ડ્યૂઅલ સિમ સપોર્ટેડ છે. જેમાં 7 ઇંચનું WVGA (800x480 પિક્સલ) ડિસ્પ્લે છે. આમાં 1.3 ગીગાહર્ત્ઝ ડ્યૂઅલ-કોર એઆરએમ કોર્ટેક્સ A7 પ્રોસેસર અને 512 એમબી રેમ છે.

iball
આમાં પાછળની બાજું એલઇડી ફ્લેશની સાથે 2 મેગાપિક્સલ્સનો કેમેરો છે. આગળની બાજું વીજીએ કેમેરા છે. 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા છે જ્યારે 32 જીબી સુધી માઇક્રો-એડી કાર્ડ લગાવી શકાય છે.

ટેબલેટમાં 2500 મેઘાહર્ટ્ઝની બેટરી છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં વાઇફાઇ, બ્લૂટૂથ, માઇક્રો-યુએસબી, જીપીઆરએસ અને એજનો સમાવેશ થાય છે. આ ટેબલેટનો એક જ માઇનસ પોઇન્ટ છે અને તે એ છે કે આ 3G સપોર્ટ નથી કરતું.

English summary
iBall Slide 7236 2G voice-calling Android 4.2 tablet launched at Rs. 7,499.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.