For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાન : આપના બાળક માટે બેસ્ટ છે?

|
Google Oneindia Gujarati News

ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાન માર્કેટમાં ઉપલબ્ધ અન્ય એજ્યુકેશન પ્લાન્સની સરખામણીએ અલગ છે. આ પ્લાન થોડા ઓછા ગાળા માટે છે અને વધારે અનુકૂળતા પ્રદાન કરે છે.

ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાન કેવી રીતે કામ કરે છે?
ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાન એક રિકરિંગ ડિપોઝિટની જેમ કામ કરે છે. જેમાં દર મહિને આપે કેટલીક નિશ્ચિત કરેલી રકમ જમા કરાવવાની હોય છે. તેમાં લઘુત્તમ સમયગાળો 3 વર્ષનો રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ આપ આપના બાળકની જરૂપિયાત અનુસાર તેમાંથી કેટલા નાણાનો ઉપયોગ કરવો અથવા મેળવવા તે નક્કી કરી શકો છો. તેમાં ત્રિમાસિક ધોરણે તથા વાર્ષિક ધોરણે નાણા મેળવી શકાય છે.

mahindra-finance-1

ઉદાહરણ તરીકે આપે આઠ વર્ષ માટે દર મહિને રૂપિયા 3,000 જમા કરાવવાનો નિર્ણય લીધો છે. જે મુજબ 8 વર્ષ બાદ આપની પાસે અંદાજે રૂપિયા 4 લાખ જેટલી રકમ ભેગી થાય છે. ત્યાર બાદ તમે તમારી જરૂરિયાત અનુસાર દર ત્રણ મહિને રૂપિયા 55,000 ઉપાડી શકો છો. જો કે આ માત્ર ઉદાહરણ પૂરતું છે. ICICI બેંકના વ્યાજદર અલગ છે.

સકારાત્મક બાબતો
આ યોજનાની કેટલીક સકારાત્મક બાબતો એ છે કે તેમાં આપના નાણાની સુરક્ષા છે. સમયગાળા દરમિયાન બેંક તમને એફડી જેટલું વ્યાજ ચૂકવે છે. આ રકમની સામે આપને લોન પણ મળી શકે છે. તેમાં પ્રિમેચ્યોર ક્લોઝરની સુવિધા છે. ઉપરાંત તમે પેઆઉટ માસિક ધોરણે પણ પ્રાપ્ત કરી શકો છો. તમારા બાળકની ફીની જરૂરિયાત અનુસાર તમે તે સમયગાળામાં પણ પેમેન્ટ મેળવી શકો છો.

તારણ :
ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાનમાં ખાસ નકારાત્મક બાબતો જોવા મળી નથી. રોકાણના સમયે સ્કીમમાંથી ટીડીએસ કપાતો નથી. જો કે રોકાણના અંતમાં વ્યાજ કરપાત્ર બને છે. આમ આ યોજના લાભદાયી છે.

English summary
ICICI Bank Dream Education Plan: Is it a good option for your child?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X