For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : કેવી રીતે કામ કરશે ICICI બેંકના કોન્ટેક્ટલેસ ક્રેડિટ, ડેબિટ કાર્ડ?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 9 જાન્યુઆરી : ICICI (આઇસીઆઇસીઆઇ) બેંક દ્વારા તાજેતરમાં દેશમાં પ્રથમવાર 'કોન્ટેક્ટલેસ' ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ્સ રજૂ કરવામાં આવ્યા છે. જેની મદદથી ગ્રાહકો વેપારીના ટર્મિનલ પર કાર્ડને ડિપ્પિંગ કે સ્વાઇપિંગ કરવાને બદલે માત્ર વેવિંગ (હલાવવા)થી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરી શકશે.

આ કાર્ડ નીયર ફિલ્ડ કમોય્ુનિકેશન (એનએફસી) ટેકનોલોજી પર આધારિત છે. જેના કારણે ગ્રાહકોને ઝડપી પેમેન્ટ કરવામાં મદદ મળશે. કારણ કે આ કાર્ડ પરંપરાગત કાર્ડની સરખામણીમાં ઝડપથી પેમેન્ટ કરી શકે છે. આ કાર્ડ સુરક્ષાની દ્રષ્ટિએ પણ વધારે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.'

e-payment-1

બેંક દ્વારા આ કાર્ડ ગુરગાંવ, હૈદરાબાદ અને મુંબઇમાં લોન્ચ કર્યા છે. આ શહેરોમાં વેપારીઓ પાસે રહેલા 1200 ઇડીસી મશીન્સ પર કોન્ટેક્ટલેસ કાર્ડ્સ ચાલશે.

જે વેપારીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકશે તેમાં રેસ્ટોરન્ટ્સ, કોફી શોપ્સ, શોપિંગ માર્ટ્સ અને ફ્યુઅલ સ્ટેશન્સનો સમાવેશ થાય છે. આ સેવા ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ કરાવાશે. આ કાર્ડ્સનોેગ્યુલર કાર્ડ તરીકે પણ ઉપયોગ થઇ શકશે.

English summary
ICICI Bank Launches Contactless Credit and Debit Cards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X