For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારી બેન્ક ડૂબશે, તો સરકાર તરફથી મળી શકે છે 2 લાખની ગેરેંટી

પહેલા પંજાબ નેશનલ બેન્ક અને હવે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કના સામે આવેલા કૌભાંડથી લોકોના મનમાં ડર ભરાઈ ચૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

પહેલા પંજાબ નેશનલ બેન્ક અને હવે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કના સામે આવેલા કૌભાંડથી લોકોના મનમાં ડર ભરાઈ ચૂક્યો છે. લોકોના મનમાં બેન્કમાં જમા પૈસાને લઈ ડર સર્જાયો છે. હાલ દેશમાં બેન્કોમાં જમા પૈસા પર ફક્ત 1 લાખ રૂપિયાની ગેરેંટી મળે છે. એટલે કે જો દેશની કોઈ બેન્ક ડૂબી જાય તો તેના ખાતાધારકોને 1 લાખ રૂપિયા જ પાછા મળશે. જો કોઈ ગ્રાહકના બેન્કમાં જમા પૈસા અને વ્યાજ 1 લાખ કરતા વધુ થાય છે, તો પણ ગ્રાહકોને 1 લાખ જ પાછા મળશે. જો કે હવે ચર્ચા છે કે ગેરેંટીને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવશે.

કેવી રીતે મળે છે 1 લાખ રૂપિયાની ગેરેંટી

કેવી રીતે મળે છે 1 લાખ રૂપિયાની ગેરેંટી

ભારતીય રિઝર્વ બેન્કની સ્વામિત્વવાળી સબ્સિડરી ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ટ ગેરેંટી કોર્પોરેશન બેન્કોમાં જમા રકમ પર આ ગેરંટી આપે છે. હાલ બેન્કમાં જમા રકમ પર વધુમાં વધુ 1 લાખ રૂપિયાની ગેરેંટી છે. નિયમો પ્રમાણે DICGC કોઈ પણ બેન્કના ગ્રાહકને તમામ ડિપોઝિટ પર કુલ 1 લાખ રૂપિયાની જ ગેરેંટી આપે છે. આ ગેરેંટીમાં ગ્રાહકની પૂંજી અને વ્યાજ બંને સામેલ છે. પૂંજીની ગણતરી તમામ ખાતાની ભેગી કરીને કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના 1થી વધુ બેન્ક અકાઉન્ટ છે, તો પણ પાછા તો 1 લાખ રૂપિયા જ મળશે.

કોણે આપી ગેરેંટી ડબલ કરવાની સલાહ

કોણે આપી ગેરેંટી ડબલ કરવાની સલાહ

ભારતીય સ્ટેટ બેન્કની ઈકોનોમિક રિસર્ચ વિંગના એક રિપોર્ટમાં આ સલાહ અપાઈ છે. આ વાતનો ઉલ્લેખ 'ટાઈમ ફોર હાઈક ઈન ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ એક રિઝોલ્યુશન પ્લેટફોર્મ ફોર NBFCS'માં થયો છે. આ રિપોર્ટમાં એસબીઆઈ રિસર્ચ ગ્રુપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડૉ.સૌમ્ય કાંતિ ઘોષે લખ્યો છે. સ્ટડીઝ પ્રમાણે 1993 બાદ કસ્ટમર્સની પ્રોફાઈલ અને બેન્કની બિઝનેસ કરવાની રીતમાં પરિવર્તન આવ્યું છે. બેન્કોમાં ગ્રાહકોના પૈસા ઘણા વધ્યા છે. જેને કારણે મોટી રકમ ગેરંટીની મર્યાદાથી બહાર છે. કારણ કે આજે પણ જમા રકમ પર 1 લાખની જ ગેરેંટી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે હવે બેન્ક ડિફોઝિટ માટે ઈન્સ્યોરન્સ કવરેજ લિમિટ વધારવી જોઈએ.

શું છે સલાહ?

શું છે સલાહ?

SBI રિસર્ચ રિપોર્ટમાં આ મામલે 2 સલાહ અપાઈ છે

પહેલી સલાહ

પહેલી સલાહમાં કહેવાયું છે કે સબ્સિડિયરી ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ગેરંટી કોર્પોરેશન પહેલી કેટેગરીમાં સેવિંગ અકાઉન્ટ હોવું જોઈએ. તેમાં જમા ગેરેંટી 1 લાખ રૂપિયા જ રાખવાનું કહેવાયું છે. આંકડા પ્રમામે આવું કરવાથી 90 ટકા સેવિંગ અકાઉન્ટને તમામ ગેરેંટી મળશે.

બીજી સલાહ

તેમાં કહેવાયું છે કે સબ્સિડિયરી ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ગેરંટી કોર્પોરેઠન FD અથવા ટર્મ ડિપોઝિટ લાવો. તેમાં જમા પૈસા પર 2 લાખ રૂપિયાની ગેરેંટી આપવામાં આવે. જો આવું થાય તો દેશના ગ્રાહકોના 70 ટકા એફડીના પૈસા ગેરેંટીમાં આવી જશે.

વરિષ્ઠ નાગરિકો માટે અલગ જોગવાઈ

વરિષ્ઠ નાગરિકો માટે અલગ જોગવાઈ

દેશના મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો બેન્કમાં પૈસા જમા કરીને તેના વ્યાજ પર જ જીવન નિર્વાહ કરે છે. ત્યારે SBI રિસર્સ રિપોર્ટમાં કહેવાયું છે કે નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે અલગથી જોગવાઈ કરવામાં આવે. SBIના રિપોર્ટમાં સલાહ અપાઈ છે કે નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ માટે અલગથી જોગવાઈ કરવામાં આવે. આવા લોકો માટે ટીડીએસની લિમિટ વધારવામાં આવી છે. હવે આ લિમિટ 50 હજાર થઈ ગઈ છે. ત્યારે જમા રકમ પર ગેરેંટી વધે તો તેમને સરળતા પડશે.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મોંઘવારી ભથ્થુ 5% વધ્યુ

English summary
If your bank sinks, you can get a 2 lakh guarantee from the government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X