For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકાસ કરી રહ્યું છે ભારત, વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન: વર્લ્ડ બેંક

વર્લ્ડ બેંક ઘ્વારા લગાવવામાં આવેલા અનુમાનો અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિમાં મજબૂતી આવી રહી છે અને ચાલુ વર્ષમાં તેનો વિકાસ દર 7.3 ટકા રહે તેવી સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ બેંક ઘ્વારા લગાવવામાં આવેલા અનુમાનો અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિમાં મજબૂતી આવી રહી છે અને ચાલુ વર્ષમાં તેનો વિકાસ દર 7.3 ટકા રહે તેવી સંભાવના છે. વર્લ્ડ બેંક ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટી પ્રભાવોથી બહાર આવી ચુકી છે. વર્લ્ડ બેંકે વર્ષ 2017-18 દરમિયાન ભારતના 6.7% વિકાસ દરને સંતોષજનક ગણાવ્યો હતો. વર્લ્ડ બેંકે પોતાની લેટેસ્ટ રિપોર્ટમાં આ અનુમાન લગાવ્યું છે.

આ પણ વાંચો: મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી

2019 દરમિયાન 7.5 ટકા રહે તેવું અનુમાન

2019 દરમિયાન 7.5 ટકા રહે તેવું અનુમાન

વર્લ્ડ બેંક ઘ્વારા આર્થિક વૃદ્ધિ અંગે લગાવવામાં આવેલું લેટેસ્ટ અનુમાન ભારત માટે સકારાત્મક સંકેત સાબિત થઇ શકે છે. વર્લ્ડ બેંક ઘ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતની આર્થિક વૃદ્ધિમાં મજબૂતી આવી રહી છે અને ચાલુ વર્ષમાં 7.3 ટકા વિકાસદર રહેશે તેવું અનુમાન છે. વર્લ્ડ બેંક ઘ્વારા એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 દરમિયાન ભારતની વિકાસદર 7.5 ટકા સુધી પહોંચી જશે.

વર્લ્ડ બેંકે કહ્યું, વિકાસ કરી રહ્યું છે ભારત

વર્લ્ડ બેંકે કહ્યું, વિકાસ કરી રહ્યું છે ભારત

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કૃષિ અને સેવા ક્ષેત્રે તેજી નોંધવામાં આવી છે. જ્યારે સર્વિસ માંગ ક્ષેત્રમાં 11.7% તેજી જોવા મળી છે, જે પહેલા ત્રિમાસિક ગાળાથી 3.4% વધારે છે. બીજા ત્રિમાસિક ગાળામાં વપરાશ ઉપરાંત 7% ભારે વધારો થયો હતો. જોકે, વેપાર ખાધ વધારી દીધા હતા. 2019 માં વર્તમાન વૃદ્ધિ દર અંદાજ મુજબ ભારત જલ્દી ચીનને પછાડી દેશે. તેમજ વર્ષ 2019 માં વર્તમાન વિકાસદરમાં 1.2 ટકાનો વધારે થવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે.

નોટબંધી અને જીએસટી પ્રભાવથી બહાર આવ્યું ભારત

નોટબંધી અને જીએસટી પ્રભાવથી બહાર આવ્યું ભારત

વર્લ્ડ બેંક ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત નોટબંધી અને જીએસટી પ્રભાવથી બહાર આવી ચૂક્યું છે. વર્લ્ડ બેંક ઘ્વારા જણાવવામાં આવ્યું કે વેપારી નુકશાનને કારણે ચાલુ ખાતા નુકશાન વધ્યું છે. કાચા તેલની કિંમતમાં વધારો, વધારે આયાત અને રૂપિયામાં ઘટાડો તેની પાછળનું કારણ છે.

English summary
IMF Predicts India's 2018 Growth At 7.3 percentage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X