જાણો કયા પ્લાનમાં Viના યુઝર્સ IPL 2021ની મેચ ફ્રીમાં જોઈ શકે છે?
IPL 2021 બાદ ટી 20 વર્લ્ડ કપ 2021 પણ રમાશે. તો જાણો વોડાફોન આઈડિયાના આ પ્લાન્સ વિશે જે ડિઝની + હોટસ્ટારની મફત એક્સેસ મેળવે છે. વોડાફોન આઈડિયા (Vi) ના આ પ્રીપેડ પ્લાન સાથે ફ્રી ડિઝની + હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.
વોડાફોન આઈડિયા એટલે કે (Vi) તેના યુઝર્સને ઘણા પ્રીપેડ પ્લાન સાથે ડિઝની + હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન આપે છે. જેના કારણે હવે યુઝર્સ વધારાના પૈસા ખર્ચ્યા વગર ડિઝની + હોટસ્ટારનો આનંદ માણી શકશે. આ ઉપરાંત હાલ IPL પણ ચાલી રહી છે, તેથી આ પ્લાન્સનું રિચાર્જ કરાવવું ખૂબ ફાયદાકારક રહેશે.

આ સિવાય IPL 2021 બાદ ટી 20 વર્લ્ડ કપ 2021 પણ રમાશે. તો જાણો વોડાફોન આઈડિયાના આ પ્લાન્સ વિશે જે ડિઝની + હોટસ્ટારની મફત એક્સેસ મેળવે છે. વોડાફોન આઈડિયા (Vi) ના આ પ્રીપેડ પ્લાન સાથે ફ્રી ડિઝની + હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. વોડાફોન આઈડિયા પાસે આવા 5 પ્લાન છે, જેમાં ડિઝની + હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. જો કે, Vi ના આ પ્લાનની કિંમત 501 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં યુઝર્સને OTT નો લાભ મળે છે.
વોડાફોન આઈડિયાનો 501 રૂપિયાનો પ્લાન
Vi તેના યુઝર્સને 501 રૂપિયાના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે, જેમાં ડિઝની + હોટસ્ટાર લાભો સિવાય યુઝર્સને અમર્યાદિત કોલિંગ, દૈનિક 100 SMS અને 3 GB પ્રતિ દિવસ હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળે છે. જ્યારે આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
વોડાફોન આઈડિયાનો 601 રૂપિયાનો પ્લાન
501 રૂપિયા પછી Vi તેના યુઝર્સને 601 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ આપે છે. આ પ્રીપેડ પ્લાનમાં, યુઝર્સઓને એક વર્ષ માટે ડિઝની + હોટસ્ટારની એક્સેસ મળે છે. આ સિવાય યુઝર્સને અમર્યાદિત કોલિંગ, દૈનિક 100 SMS અને કુલ 75 GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળે છે, અને આ પ્લાનની વેલિડિટી 56 દિવસ છે.
વોડાફોન આઈડિયાનો 701 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયા તેના યુઝર્સને 701 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3 GB ઇન્ટરનેટ ડેટા, અમર્યાદિત કોલિંગ લાભ, દૈનિક 100 SMS અને ડિઝની+ હોટસ્ટારનું એક વર્ષ માટે મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે.
વોડાફોન આઈડિયાનો 901 રૂપિયાનો પ્લાન
આ બધા સિવાય Vi તેના પ્રીપેડ યુઝર્સને 901 રૂપિયાનો પ્લાન પણ આપે છે. જેમાં યુઝર્સઓને દરરોજ 3 GB ઇન્ટરનેટ ડેટા, અમર્યાદિત કોલિંગ લાભ, દૈનિક 100 SMS અને વધુ એક વર્ષ માટે ડિઝની + હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે. જો કે, આ પ્લાનની માન્યતા 84 દિવસની છે.
વોડાફોન આઈડિયાનો 2,595 રૂપિયાનો પ્લાન
જો Vi ના યુઝર્સ એક વર્ષ માટે ડેટા પ્લાન શોધી રહ્યા છે, તો 2,595 રૂપિયાનો પ્લાન તેમના માટે શ્રેષ્ઠ છે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં યુઝર્સને દરરોજ માત્ર 1.5 GB ડેટા, દૈનિક 100 SMS, અમર્યાદિત કોલિંગ અને ડિઝની + હોટસ્ટાર પર એક વર્ષ માટે મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.












Click it and Unblock the Notifications
