ઈનકમ ટેક્સ ફાઈલ કરતા પહેલા AIS ભરો, જાણો એ શું છે? કેવી રીતે ડાઉનલોડ કરશો? જાણો આખી પ્રક્રિયા
Annual Information Statement: ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે "વાર્ષિક માહિતી નિવેદન (AIS)" નામની એક નવી સુવિધા શરૂ કરી છે.
કરદાતાઓ હવે તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરતા પહેલા તેને નવા વાર્ષિક માહિતી નિવેદન સાથે ચકાસી શકે છે અને ભવિષ્યમાં આવકવેરા વિભાગ તરફથી નોટિસનો સામનો કરવાથી બચી શકે છે.

તમને જણાવી દઈએ કે કરદાતાઓ માટે ITR એટલે કે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. એવામાં ઘણા કરદાતાઓ ITR ફાઇલિંગમાં કેટલાક ફોર્મ વિશે જાણતા નથી. ઘણા લોકો AIS એટલે કે વાર્ષિક માહિતી નિવેદન વિશે જાણતા નથી. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે, જે કરદાતાઓને તે માહિતી વિશે જણાવે છે જે આવકવેરા વિભાગ પાસે પહેલેથી જ છે.
વાર્ષિક માહિતી નિવેદન (AIS) માં આવકવેરા અધિનિયમ 1961 હેઠળ જરૂરી તમામ માહિતીનો પણ સમાવેશ થાય છે. સરકારે ગયા વર્ષે આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફોર્મ 26ASમાં ફેરફાર કર્યો હતો અને નવા ફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ નવા ફોર્મને વાર્ષિક માહિતી નિવેદન (AIS) કહેવામાં આવે છે, જેમાં કરદાતાઓની તમામ માહિતી શામેલ છે. AIS પર દર્શાવેલ માહિતી બે ભાગોમાં હોય છે.
ભાગ A- સામાન્ય માહિતીઃ આ ભાગમાં PAN, આધાર નંબર, કરદાતાનું નામ અને જન્મ તારીખ (કંપનીના કિસ્સામાં રચનાની તારીખ), મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી અને કરદાતાનું સરનામું શામેલ છે.
ભાગ B- TDS/TCS અંગેની માહિતીઃ SFTની માહિતી: આ ભાગમાં સ્ટેટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ (SFT) કરતી કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીનો સમાવેશ થાય છે. જેમાં કંપનીઓ પાસેથી મળતું ડિવિડન્ડ અને બચત ખાતા પર મળતું વ્યાજ પણ સામેલ છે.
માંગ અને રિફંડ: આ વિભાગમાં, તમે કોઈપણ એક નાણાકીય વર્ષમાં તમને જાહેર કરાયેલ રિફંડ અને તમારા દ્વારા કરવામાં આવેલી માંગ સાથે સંબંધિત માહિતી જોઈ શકો છો.
અન્ય માહિતી: આ ભાગમાં અન્ય સ્ત્રોતોમાંથી મળેલી માહિતીનો સમાવેશ થાય છે. જેમ કે- વેતનનું પરિશિષ્ટ II સ્વરૂપ, રિફંડ પરનું વ્યાજ, વિદેશી ચલણની ખરીદી વગેરે.
કેવી રીતે કરશો ડાઉનલોડ
- સૌથી પહેલા ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ (www.incometax.gov.in) પર જાઓ.
- PAN/Aadhaar અને પાસવર્ડનો ઉપયોગ કરીને ITR ફાઇલિંગ પોર્ટલ પર લૉગ-ઈન કરો.
- અહીં ડેશબોર્ડ મેનુ પર AISનો વિકલ્પ દેખાશે.
- અહીં પ્રોસીડ ઓપ્શન પર ક્લિક કરો.
- તમને સીધા AIS પોર્ટલ (ais.insight.gov.in/complianceportal) પર લઈ જવામાં આવશે.
- વિગતો જોવા માટે AIS અહીં ક્લિક કરવાનું રહેશે.
- અહીંથી તમે તેને PDF અથવા JSON ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે AIS એ ITR ફાઇલિંગમાં પારદર્શિતા લાવશે અને કરદાતાઓ માટે વસ્તુઓને સરળ બનાવશે. AIS ની મદદથી આવકવેરો ભરવાનું ખૂબ જ સરળ બની જાય છે. એટલા માટે ITR ફાઇલ કરતા પહેલા તમારી પાસે AIS હોવું જરૂરી છે. જ્યાં સુધી AIS તમને ન મળે ત્યાં સુધી ITR ફાઇલ કરશો નહીં. કારણ કે જો AIS વગર ITR ફાઈલ કરવામાં આવે તો આંકડામાં તફાવત હોઈ શકે છે. જો કે અપડેટેડ AIS હજુ સુધી ઉપલબ્ધ નથી, સંભવ છે કે આ દસ્તાવેજ મેના પ્રથમ સપ્તાહમાં કરદાતાઓ માટે ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
