For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કંપનીઓની કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સ ઘટાડવા માંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 જાન્યુઆરી : બિન વિરોધાત્મક કર પર્યાવરણ (નોન એડવર્સિયલ ટેક્સ એન્વાયર્નમેન્ટ) અંગે ભારતીય કંપનીઓએ માંગણી કરી હતી તે દેશમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે કોર્પોરેટ ટેક્સની સાથે ઇન્કમ ટેક્સના દરોમાં પણ વધારો કરવો જોઇએ.

આ અંગે દેશના નાણા પ્રધાન અરૂણ જેટલી સાથે બજેટ પહેલાની ચર્ચામાં ઉદ્યોગકારો તરફથી માંગણી મૂકવામાં આવી હતી. આ મુલાકાતમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લોકોનો ખર્ચ વધારવામાં આવે અને મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનને પ્રમોટ કરવા માટે સુધારણા પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે.

tax-9

આ અંગે CIIના અધ્યક્ષ અજય શ્રીરામે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'નાણા પ્રધાન સાથે અમે સારી એવી ચર્ચા કરી છે. અમે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપવા માટે MATનો રેટ 10 ટકા સુધી મર્યાદિત કરવા માટે એમે જણાવ્યું છે. આ ઉપરાંત ડેવલપર્સ અને સેઝના યુનિટ્સને MAT અને DDTમાંથી રાહત આપવાની પણ માંગ કરવામાં આવી છે.'

તેમણે જણાવ્યું કે અનેક ઇન્ડિકેટર્સ સૂચવે છે કે અર્થતંત્ર વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. અમારી ઇચ્છા છે કે આવનારું બજેટ નવા આઇડિયા સાથે તૈયાર કરવામાં આવે. જેના કારણે અર્થતંત્રમાં ઝડપથી સુધારો થઇ શકે. આ માટે સીઆઇઆઇએ કૃષિ વૃદ્ધિ, રોજગાર સર્જન અને બિઝનેસ માટે સરળ માહોલ ઉભો કરવા પગલાંઓ સૂચવ્યા છે.

English summary
India Inc Demands Cut in Corporate Tax, Income Tax.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X