ભારત 31 ડિસેમ્બર પહેલા US સાથે FATCA પર કરાર કરવા તૈયાર

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : ભારતનું નાણા મંત્રાલય અમેરિકા સાથે રોકાણની માહિતીની આપલે માટે એક કરાર કરવા માંગે છે. આ કરાર તે 31 ડિસેમ્બર પહેલા સાઇન કરવા માંગે છે. આ કરારને ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ ( FATCA - ફેટ્કા ) તરીકે ઓળખવામાં આવે છે. આ એક્ટ માટે કરાર કરવા એક કેબિનેટ નોંધ રજૂ કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે ભારત આવે તે પહેલાં સરકાર 31 ડિસેમ્બર સુધીમાં આ કાર્ય પૂરું કરવા માંગે છે.

આ અંગે ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે બ્લેક મની પર જસ્ટિસ એમબી શાહની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)એ સરકારને આ દિશામાં આગળ વધવા મંજૂરી આપી દીધી છે. ગુપ્તતાની જોગવાઈઓના અવરોધના લીધે ભારત આંતરરાષ્ટ્રીય સંધિઓ કરી શકતો ન હતો, તે હવે કરી શકશે.

money-dollar-rupee-1

ભારત અગાઉ આ અવરોધના લીધે અમેરિકાના ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ કે FATCAનું પાલન કરી શકતો ન હતો, સિટના અધિકારીએ પણ આ અહેવાલને સમર્થન આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ભારત સરકારે વિવિધ સરકારો પાસેથી ગુપ્તતાના નિયમો હેઠળ કરેલી કરસંધિઓ હેઠળ મેળવેલાં નામોની યાદી માંગ્યા પછી ભારતે ઓક્ટોબરમાં માહિતીના આદાનપ્રદાન અંગેના ઓઇસીડી પ્રોટોકોલ પર સહી કરવા પરથી દૂર રહેવાની ફરજ પડી હતી. આ પ્રકારની જોગવાઈઓનો અર્થ એ થયો કે એક દેશ બીજા દેશ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે એકમના ફાઇનાન્સના કેસની તપાસ ચાલી રહી હોય ત્યારે જ કરી શકશે, બીજા કોઈ હેતુ માટે નહીં.

પહેલી જાન્યુઆરીથી અમલમાં આવનાર FATCAની અમેરિકાએ 2010માં રચના કરી હતી. તે અમેરિકન નાગરિકો દ્વારા વિદેશમાં કરવામાં આવેલા રોકાણ પરની કરચોરી અંકુશમાં લાવવા માટેના કાયદા હાયરિંગ ઇન્સેન્ટિવ્સ ટુ રિસ્ટોર એમ્પ્લોયમેન્ટ (હાયર)નો હિસ્સો છે. તેના લીધે અમેરિકામાં હાજરી ધરાવતી વિદેશી નાણા સંસ્થાઓ માટે તેને ત્યાં ખાતું ધરાવતા અમેરિકાના નાગરિકો અને નોંધપાત્ર પ્રમાણમાં અમેરિકન માલિકી ધરાવતા વિદેશી એકમોના ચોક્કસ ખાતા અંગે અહેવાલ આપવો ફરજિયાત બની જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X