For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી રોકાણની બાબતમાં ભારત અતિસંવેદનશીલ : મૂડીઝ

|
Google Oneindia Gujarati News

rupee-logo
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપી છે કે બાહ્ય મૂડી પ્રવાહના મામલે ભારત અતિસંવેદનશીલ દેશોની યાદીમાં સામેલ છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે ભારત મોટા ભાગે બહારના આર્થિક પોષણ પર નિર્ભર છે.

મૂડીઝ એનાલિટિક્સની રિપોર્ટ અમેરિકાના આકરા આર્થિક વલણથી એશિયાના માર્કેટ પર કેવી અસર થશેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી મૂડી પર નિર્ભરતાને કારણે ભારત અને ઇન્ડોનેશિયા વિદેશી મૂડી પ્રવાહ બાબતે અતિ સંવેદનશીલ દેશોમાં આવે છે.

મૂડીઝે જણાવ્યું કે અમેરિકન કેન્દ્રીય બેંકના કહેવાથી તે પોતાના આર્થિક પ્રોત્સાહનમાં ક્રમશ: કાપ મૂકશે. ભારતના રૂપિયામાં 15 ટકા જેટલું અવમૂલ્યન થયું છે. રૂપિયાનો સમાવેશ એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી મુદ્રાઓમાં થાય છે. જો કે ગયા સપ્તાહે ફેડરલ રિઝર્વના નિવેદનને પગલે તેમાં સુધારો જોવા મળ્યો હતો.

અમેરિકામાં પ્રોત્સાહન કાર્યક્રમમાં ફેરફાર થવાથી એવી સંભાવનાઓ છે કે દેશમાંથી મૂડી બહાર જવા લાગશે. તેની અસર રૂપિયા પર પડશે અને ડોલરની સરખામાણીએ તેમાં વધારે ઘટાડો થશે. શેરોમાં પણ મંદી આવશે. આ પહેલા 28 ઓગસ્ટના રોજ ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયા 68.86ની ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચી ગયો હતો. વર્તમાન સમયમાં રૂપિયો 62.83ની સપાટીની આસપાસ મૂલ્ય ધરાવે છે.

English summary
India is very sensitive in FIIs withdrawl case : Moodys
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X