ભારત પહેલી વાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી સંભાવનાઃ સરકારી સૂત્રો

Sugar Export Ban: ત્રણ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદના અભાવે શેરડીની ઉપજમાં ઘટાડો થવાને કારણે સાત વર્ષમાં પ્રથમ વખત શિપમેન્ટ અટકાવીને ભારત ઓક્ટોબરથી શરૂ થતી આગામી સિઝનમાં મિલને ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે.

વિશ્વ બજારમાં ભારતની ગેરહાજરી ન્યુ યોર્ક અને લંડનમાં બેન્ચમાર્ક ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે જે પહેલેથી જ બહુ-વર્ષીય ઊંચાઈની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જેનાથી વૈશ્વિક ખાદ્ય બજારો પર વધુ ફુગાવો થવાની આશંકા છે તેમ રોઈટર્સના અહેવાલમાં જણાવાયું છે.

sugar

સરકારી સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, "અમારું પ્રાથમિક ધ્યાન સ્થાનિક ખાંડની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સરપ્લસ શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવાનું છે. આગામી સિઝન માટે, અમારી પાસે નિકાસ ક્વોટા માટે ફાળવવા માટે પૂરતી ખાંડ રહેશે નહીં."

ભારતે મિલોને ગત સિઝનમાં વિક્રમી 11.1 મિલિયન ટનનું વેચાણ કરવા દીધા બાદ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ સિઝન દરમિયાન માત્ર 6.1 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી તેમ રોઇટર્સે અહેવાલ આપ્યો હતો. અગાઉ 2016માં, ભારતે વિદેશમાં વેચાણને રોકવા માટે ખાંડની નિકાસ પર 20% ટેક્સ લગાવ્યો હતો.

રોઈટર્સના અહેવાલ મુજબ પશ્ચિમ રાજ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણી રાજ્ય કર્ણાટકના શેરડી ઉગાડતા ટોચના જિલ્લાઓમાં ચોમાસાનો વરસાદ - જે મળીને ભારતના કુલ ખાંડના ઉત્પાદનમાં અડધાથી વધુ હિસ્સો ધરાવે છે - આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 50% જેટલો ઓછો છે તેમ હવામાન વિભાગ ડેટા દર્શાવે છે.

2023/24ની સિઝનમાં ઓછા વરસાદથી ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થશે અને 2024/25ની સિઝનમાં વાવેતર પણ ઘટશે, એમ ઉદ્યોગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. સ્થાનિક ખાંડના ભાવમાં આ અઠવાડિયે લગભગ બે વર્ષમાં સર્વોચ્ચ સ્તરે ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે સરકારે મિલોને ઓગસ્ટમાં વધારાના 200,000 ટનનું વેચાણ કરવાની મંજૂરી આપી હતી, એમ રોઇટર્સના અહેવાલમાં જણાવાયું હતું.

અન્ય એક સરકારી સૂત્રએ જણાવ્યુ હતુ કે ખાદ્ય ફુગાવો ચિંતાનો વિષય છે. ખાંડના ભાવમાં તાજેતરના વધારાથી નિકાસની કોઈ પણ શક્યતા દૂર થઈ જાય છે. ભારતમાં છૂટક ફુગાવો જુલાઈમાં 7.44% ની 15 મહિનાની ઊંચી સપાટીએ અને ખાદ્ય ફુગાવો 11.5% પર પહોંચ્યો - જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X