For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય અર્થતંત્રની રિકવરી હજી શંકાસ્પદ : મૂડીઝ

|
Google Oneindia Gujarati News

moodys
નવી દિલ્હી, 25 મે : આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે બહાર પાડેલા રિપોર્ટ કાર્ડ મુજબ ભારતીય ઇકોનોમીમાં રિકવરી અંગે હજુ પણ આશંકા વ્યક્ત કરાઇ છે. રિપોર્ટમાં રોકાણમાં ઘટાડા માટે સરકારના ઇકોનોમી રિફોર્મ વિરોધી વલણને જવાબદાર ઠેરવ્યું છે, જોકે મૂડીઝના એનાલિસ્ટના કહેવા મુજબ વર્ષ 2012ની ન્યૂનતમ 5.1 ટકાથી સ્થાનિક જીડીપીમાં વધુ ઘટાડો નોંધાશે એ નિશ્ચિત નથી.

રેટિંગ એજન્સીના એનાલિસ્ટ ગ્લેન લેવિને જણાવ્યું કે ભારતમાં આઠ ટકા વાર્ષિક જીડીપી વૃદ્ધિના દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. વર્ષ 2013ના પ્રથમ છ મહિનામાં જીડીપી વૃદ્ધિ 5થી 6ટકા રહેવાની શક્યતા છે. પાછલાં 24 મહિનાથી ભારતનો વૃદ્ધિદર સ્થિર રીતે ઘટી રહ્યો છે. એ જ પ્રમાણે અર્થતંત્ર પણ નરમાઇમાંથી બહાર આવ્યું છે કે નહીં તે ચોક્કસ કહી શકાય તેમ નથી.

ઊંચા વ્યાજદર, નરમ આંતરરાષ્ટ્રીય ઇકોનોમી ગ્રોથ તથા પાછલા કેટલાય સમયથી સરકાર દ્વારા ઇકોનોમી રિફોર્મ પ્રક્રિયામાં જે સુધારો જોવા મળતો હતો તેમાં થયેલો અટકાવ જવાબદાર ગણી શકાય. લેવિને વધુમાં જણાવ્યું કે સરકારે વર્ષ 2012ના મધ્ય ભાગમાં જે આર્થિક સુધારા કરેલા હતા તેની અસર વર્ષ 2013ના પ્રથમ છ મહિનામાં જોવા મળી શકે છે.

રિપોર્ટમાં રિટેલ અને એવિયેશન સેક્ટરમાં એફડીઆઇમાં કરેલા સુધારાને હકારાત્મક ગણાવ્યો છે, પરંતુ તેમણે જણાવ્યું છે કે આ સુધારાને કારણે હજુ પણ તેવું નિશ્ચિત કહી શકાય તેમ નથી કે તેના કારણે વર્ષ 2013 કે 2014માં દેશમાં ફોરેનનું વિદેશી રોકાણ વધશે કે નહીં? દરમિયાન આંતરરાષ્ટ્રીય રોકાણકારો દેશમાં જોવા મળેલી આર્થિક મુશ્કેલીઓને લઇને રોકાણ કરતાં ખચકાટ અનુભવી રહ્યા છે.રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2014ની સામાન્ય ચૂંટણી પૂર્વે સુધારાવાદી પગલાં લેવાઇ શકે છે.

English summary
Indian economy recovery is still Doubtful : Moody
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X