ભારતીય બજારમાં સુધારો, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 17400ને પાર

સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય બજારો મજબૂત ખુલ્યા છે. મંગળવારના રોજ સેન્સેક્સમાં લગભગ 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 58,259.85 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય બજારો મજબૂત ખુલ્યા છે. મંગળવારના રોજ સેન્સેક્સમાં લગભગ 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 58,259.85 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી હાલમાં 17,438.70 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.

market

આ અગાઉ અમેરિકાના બજારોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. સોમવારના રોજ ડાઉ જોન્સ 184 પોઈન્ટ ઘટીને 32,099 પર અને નાસ્ડેક 124 પોઈન્ટ ઘટીને 12,018 પોઈન્ટ પર બંધ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરો વધારવાના નિવેદન બાદ બજારમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી રહી છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.

સોમવારના રોજ સેન્સેક્સ પણ 861 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીમાં 246 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X