ભારતીય ફાર્મા કંપનીઓ ડ્રગ સેફ્ટી મુદ્દે મુશ્કેલીમાં મુકાઈ

pharma
નવી દિલ્હી, 9 જુલાઇ : ભારતીય ફાર્મા કંપનીઓ સામે એક પછી એક નવી મુસીબતો આવી રહી છે. ભારતીય ફાર્મા કંપની રેનબેક્સીના પ્રશ્નોનો તો હજુ ઉકેલ આવ્યો નથી અને હવે ફ્રેસેનિયસ કાબી અમેરિકા ડ્રગ રેગ્યુલેટરના શંકાના ઘેરામાં આવી ગઈ છે.

અમેરિકાની એફડીએએ ફ્રેસેનિયસ કાબીએ બંગાળના યુનિટને ચેતવણી આપી દીધી છે. અમેરિકી એફડીએ દ્વારા કંપની પાસેથી વધારે માહિતી અને સુધારાની માગ કરી છે. થોડા દિવસ પહેલા જ યુકેના ડ્રગ રેગ્યુલેટ દ્વારા વોકહાર્ટના ઔરંગાબાદના નજીકના વેલુજ પ્લાન્ટ પર આયાતને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેનબેક્સીએ અમેરિકાના એફડીએ સાથે ડ્રગ સેફ્ટી સાથે કરેલા જુઠ્ઠા વાયદાનો કિસ્સો રૂપિયા 2,880 કરોડના દંડ સાથે પૂરો કરવામાં આવ્યો છે. કંપનીના પોટા અને દેવાસ પ્લાન્ટમાં ગરબડ થતી હોવાનું બહાર આવ્યું છે. તે ઉપરાંત કંપનીની સામે ભારતમાં કોઈ બનાવટી દવા વેચવા અંગે કોઈ સાબિતી મળી નથી.

આ સમગ્ર બાબતથી વિદેશી રોકાણકારોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેઓ હવે પૂરતી તપાસ કરી રહ્યા છે કે જે સ્થાનિક કંપનીઓમાં તેઓ રોકાણ કરી રહ્યા છે અથવા રોકાણ કરાર કરવા જઇ રહ્યા છે તે કંપનીઓની દવાઓની ગુણવત્તામાં કોઈ ખામી તો નથી ને જેથી કંપનીની સલામતી સાથે તેમનું રોકાણ પણ સલામત રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X