• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય શેરબજારમાં આગામી 2 વર્ષમાં તેજીનો ટ્રેન્ડ હશે

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 4 નવેમ્બર : સીએલએસએના ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ અને એશિયાનોમિક્સના સ્થાપક જિમ વોકરે ભારતીય અર્થતંત્રમાં આશાવાદ દર્શાવ્યો છે, આ વિશ્વાસને પગલે એમ પણ જણાવ્યું છે કે સુધરેલા રાજકીય ફંડામેન્ટલ્સના કારણે ભારતીય શેરોમાં 2004થી 07માં જોવા મળી હતી તેવી તેજીનો માહોલ આવી શકે છે.

આ સાથે વોકરે રિઝર્વ બેન્કના વડા રઘુરામ રાજનની ટીકા કરતાં કહ્યું હતું કે વ્યાજદરમાં હવે આક્રમક રીતે કાપ મૂકવામાં આવે તે જરૂરી છે. વોકર સાથેની મુલાકાતનો અહેવાલ પ્રકાશિત કરતા અંગ્રેજી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યા અનુસાર, "નવા ગવર્નર ફુગાવાને વળગી રહ્યા છે તેની મને ચિંતા છે. પશ્ચિમી દેશોના ગવર્નરોને જેમ તેઓ પણ ગ્રાહક ભાવાંક અને વાસ્તવિક ફુગાવાની ભેળસેળ કરી રહ્યા છે, જે સિસ્ટમની અંદર રહેલાં નાણાં અને ક્રેડિટ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં નાણાં અને ક્રેડિટના ડિસેલરેશનના કારણે નજીકના ભવિષ્યમાં સીપીઆઇ (ગ્રાહક ભાવાંક) અને ડબલ્યુપીઆઇ (જથ્થાબંધ ભાવાંક) સમસ્યા નહીં રહે. હવે વ્યાજદરમાં આક્રમક ઘટાડો કરવાનો સમય છે."

વોકરે વર્ષ 2013ની શરૂઆતમાં ભારત માટે તેજીમય આગાહી કરી હતી જ્યારે વેલ્યુએશન નીચા હતા. નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવ્યા પછી શેરોમાં વૃદ્ધિનો દોર ચાલુ છે. વોકરનું કહેવું છે કે શેરો વધવાનું ચાલુ રહેશે. વોકરે કહ્યું કે, "સીપીઆઇ ફુગાવો ઝડપથી નિયંત્રણમાં આવે છે ત્યારે 2015માં વ્યાજદર ઘટે તો બુલ માર્કેટને ઉત્તેજન મળશે. બીએસઇ 500માં બુલ રન ચાલુ રહેશે. ત્યાર બાદ બજાર થોડું પરિપક્વ થશે અને આગળ વધવું મુશ્કેલ બનશે. આગામી બે વર્ષમાં અમે 20થી 25 ટકા વળતરની અપેક્ષા રાખીએ છીએ."

જોકે અમેરિકા તેનો બોન્ડ ખરીદી કાર્યક્રમ પૂર્ણ કરે છે ત્યારે યુરોપ કે જાપાન તે અવકાશ ભરી શકે તેમ તેઓ માનતા નથી. તેમણે કહ્યું કે, "યુએસ ક્યુઇનું સ્થાન યુરોપિયન કે જાપાનીઝ નહીં લઈ શકે. આ બંને પ્રદેશમાં ઇક્વિટી કરતાં બોન્ડ ખરીદવા પર પ્રાધાન્ય અપાય છે. આ પ્રદેશોના ક્યુઇમાં ઇક્વિટી પરફોર્મન્સ કરતાં ફિક્સ્ડ ઇન્કમ યીલ્ડ પર વધારે ભાર અપાશે."

વોકરના જણાવ્યા પ્રમાણે આગામી છથી 12 મહિનામાં તેઓ ઇન્ડસ્ટ્રિયલ સાઇકલ્સ અને કેપિટલ ગૂડ્ઝ કંપનીઓમાં ખરીદી પસંદ કરશે. બેથી ત્રણ વર્ષના ગાળા માટે તેઓ બેન્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પર નજર ધરાવે છે. દેશની આર્થિક સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું કે છેલ્લાં બે વર્ષથી પાંચ ટકાથી નીચે વૃદ્ધિ રહ્યા બાદ હવે ટર્નઓવરની શક્યતા છે. ચલણ વિશે તેમણે કહ્યું કે ડોલરનો ભાવ 61થી 63 વચ્ચે રહેશે.

English summary
Indian stock market may get bullish trend in next 2 years, will give 25 percent returns.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X