For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્યોગપતિ રામ પ્રસાદ ગોયનકાનું કલકત્તામાં નિધન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

r-p-goenka
કલકત્તા, 14 એપ્રિલ: ઉદ્યોગપતિ રામ પ્રસાદ ગોયનકાનું રવિવારે સવારે અહીં તેમના નિવાસ સ્થાને નિધન થયું છે. તે 83 વર્ષના હતા. ગત કેટલાક સમયથી તે બિમાર હતા. આ જાણકારી તેમના પરિવારીક સૂત્રોએ આપી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની સુશીલા અને બે પુત્ર હર્ષ વર્ધન તથા સંજીવ છે.

આર પી ગોયનકા કેશવ પ્રસાદ ગોયનકાએ સૌથી મોટા પુત્ર છે. ગોયનકા પરિવાર પૂર્વી ભારતના સૌથી જૂના વ્યાવસાયિક ગૃહોમાંનો એક છે. ગોયનકાએ 1979માં આરપીજી એન્ટરપ્રાઇઝીઝની સ્થાપના કરી હતી જેમાં હિલિપ્સ કાર્બન બ્લેક, એશિયન કેબલ્સ, અગરપારા જૂટ મિલ અને મર્ફી ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આરપીજી એન્ટરપ્રાઇઝીઝનો કુલ વેપાર 100 કરોડ રૂપિયાનો છે.

આ સમૂહની અન્ય મોટી કંપનીઓ સીઇએસસી, સિએટ, સ્પેંસર્સ અને સારેગામા છે. 1990માં તેમના પુત્ર હર્ષવર્ધન આરપીજી એન્ટરપ્રાઇઝીઝના ચેરમેન તથા સંજીવ ડિપ્ટી ચેરમેન બન્યા. ત્યારબાદ 2011માં પોતાની બ્રાંડ ઓળખ બનાવવા માટે સંજીવ ગોયનકાએ આરપી-સંજીવ ગોયનકા સમૂહની સ્થાપના કરી હતી. હર્ષ ગોયનકા આરપીજી એન્ટરઝીઝના ચેરમેન છે. આર પી ગોયનકા બંને સમૂહોના માનદ ચેરમેન હતા જેથી સામૂહિક વેપાર 30,000 કરોડ રૂપિયાની આસપાસ છે.

English summary
Industrialist Rama Prasad Goenka, better known as R P Goenka, died early this morning at his residence here after a brief illness, family sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X