For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનારા મહિનાઓમાં ફુગાવામાં ઘટાડો થશે : મોન્ટેક સિંહ

|
Google Oneindia Gujarati News

montek-singh-ahaluwalia
નવી દિલ્હી, 15 એપ્રિલ : ફુગાવાની બાબતમાં માર્ચમાં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમય બાદ ફુગાવો 6 ટકાથી નીચટે આવ્યા બાદ આયોજન પંચે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ફુગાવો આવનારા મહિનાઓમાં ઘટશે.

આયોજન પંચના અધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાએ જણાવ્યું કે ત્રણ વર્શ કરતા વધારે સમયમાં પહેલીવાર ફુગાવો 6 ટકાથી નીચે આવ્યો છે. મને આશા છે કે ભવિષ્યમાં અમને વધારે સારું પરિણામ જોવા મળશે. આ સાથે શાક ભાજીની કિંમતોમાં ઘટાડો થવાથી માર્ચમાં ઘટીને 5.96 ટકા રહી ગયો છે.

આ ઉપરાંત જત્થાબંધ સૂચકાંત પર આધારિત ફુગાવો એક મહિના પહેલા ફેબ્રુઆરીમાં 6.84 ટકા હતી. એક વર્ષ પહેલા માર્ચ 2012માં આ દર 7.69 ટકા હતી. પાછલા નાણાકીય વર્ષમાં માર્ચ મહિનામાં 5.96 ટકા પર પહોંચેલો ફુગાવો રિઝર્વ બેંકના 6.8 ટકાના અનુમાનથી બહુ ઓછી છે.

અહલુવાલિયાએ જણાવ્યું કે માસિક આંકડામાં વધારો ઘટાડો થતો રહે છે. અમારું માનવું છે કે ધીરે ધીરે ફુગાવાનું દબાણ ઓછું થશે. જો કે જથ્થાબંધ મૂલ્ય આધારિત ફુગાવાના જાન્યુઆરીના આંકડા સુધરીને 7.31 ટકા થશે. જ્યારે શરૂઆતના આંકડા 6.62 ટકા રહ્યા હતા.

ફુગાવાના જાન્યુઆરીના આંકડામાં સંશોધન બાદ વૃધ્ધિ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે જ્યાં સુધી માસિક આંકડાઓનો પ્રશ્ન છે અમારી પદ્ધતિ એટલી સચોટ છે કે તેમાં કોઇ ફેરફાર નહીં થાય. અહલુવાલિયાના જણાવ્યા અનુસાર ફુગાવાની ચાલ સરકારના અનુમાન અનુસાર જ છે. આ ધીરે ધીરે નિયંત્રણમાં આવી જશે

English summary
Inflation could ease further in coming months : Montek Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X