આ સરકારી યોજનામાં કરો રોકાણ, દર મહિને મળશે 4950 રૂપિયાનું રિટર્ન
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સૌથી વધુ વિશ્વાસ પાત્ર માનવામાં આવે છે. આવામાં પોસ્ટ ઓફિસે નવી રોકાણ સ્કીમ રજૂ કરી છે. આ સ્કીમનું નામ મંથલી ઇન્કન સ્કીમ છે. દેશમાં એવા ઘણા લોકો છે, જેમણે નાના રોકાણના વિકલ્પો શોધતા હોય છે.
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું સૌથી વધુ વિશ્વાસ પાત્ર માનવામાં આવે છે. આવામાં પોસ્ટ ઓફિસે નવી રોકાણ સ્કીમ રજૂ કરી છે. આ સ્કીમનું નામ મંથલી ઇન્કન સ્કીમ છે. દેશમાં એવા ઘણા લોકો છે, જેમણે નાના રોકાણના વિકલ્પો શોધતા હોય છે. આ સાથે તેમને ઓછા જોખમ હોય. આ સાથે તેમને રિટર્નની પણ ગેરેન્ટી હોય.
જો તમે પણ આવી કોઈ સ્કીમ શોધી રહ્યા છો, તો તમારે પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના રોકાણ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. માસિક આવક યોજનામાં રોકાણ કર્યા બાદ, તમને દર મહિને ખાતરીપૂર્વક વળતર મળે છે. આ કારણોસર, દેશના ઘણા લોકો પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તમે તેને એક પ્રકારની પેન્શન સ્કીમ પણ કહી શકો છો.

વધુમાં વધુ રૂપિયા 4.5 લાખનું રોકાણ કરી શકો છો
વર્તમાન સમયમાં આ યોજનામાં રોકાણકારોને વાર્ષિક 6.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં તમેઓછામાં ઓછા રૂપિયા 1,000 અને વધુમાં વધુ રૂપિયા 4.5 લાખનું રોકાણ કરી શકો છો.

દર વર્ષે કુલ 29,700 રૂપિયા મળશે
જો તમે રૂપિયા 4.5 લાખનું રોકાણ કરો છો. આ સ્થિતિમાં તમને 6.6 ટકાના વાર્ષિક વળતરના આધારે દર વર્ષે કુલ 29,700 રૂપિયા મળશે.આ કિસ્સામાં, તમને દર મહિને 2,475 રૂપિયા મળશે.

દર વર્ષે 59,400 રૂપિયા મળશે
બીજી તરફ જો તમે આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલો છો. આવી સ્થિતિમાં તમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં કુલ 9 લાખરૂપિયાનું રોકાણ કરી શકો છો. આ કિસ્સામાં તમને 6.6 ટકાના વાર્ષિક વળતર સાથે દર વર્ષે 59,400 રૂપિયા મળશે.

આ યોજના પાંચ વર્ષ માટે છે
આ સ્થિતિમાં તમે દર મહિને 4,950 રૂપિયા કમાઈ શકશો. પોસ્ટ ઓફિસની આ યોજના પાંચ વર્ષ માટે છે. આવા સમયે, તમે તેને વધુ પાંચવર્ષ સુધી વધારી શકો છો.












Click it and Unblock the Notifications
