Bitcoin: 2010માં બિટકોઈનમાં 1000 રૂપિયા લગાવ્યા હોત તો આજે બની ગયા હોત 2450 કરોડના માલિક

બિટકોઈન (Bitcoin)એ પોતાના રોકાણકારો પર પૈસાનો વરસાદ કર્યો છે. જો 2010માં તમે બિટકોઈનમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે 2450 કરોડ રૂપિયાના માલિક બની ગયા હોત. ઉલ્લેખનીય છે કે 2009માં બિટકોઈન લૉન્ચ કરવામાં આવ્યો હતો.

Bitcoin

બિટકોઈન સ્પષ્ટ ડિજિટલ મુદ્રા હતી. શરૂઆતી દિવસોમાં તેનું કંઈ મૂલ્ય નહોતું. 2010માં બિટકોઈનનો પહેલો વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેની કિંમત એક રૂપિયાના અંશથી શરૂ થઇ હતી. 2024 સુધીમાં બિટોકઈનની કિંમત 1,00,000 અમેરિકી ડૉલર એટલે કે 84.36 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

2010માં જે લોકોએ બિટકોઈનમાં રોકાણ કર્યું તેમને અત્યારે 24.47 અબજ ટકાનું રિટર્ન મળ્યું અને તેમના હજાર રૂપિયા આજે 2450 કરોડ રૂપિયા થઇ ગયા છે. માત્ર 14 વર્ષની અવધીમાં આટલું તગડું રિટર્ન અન્ય કોઈપણ રોકાણમાંથી શક્ય નહોતું.

બિટકોઈનની સફર

  • 2010: પહેલી વખત બિટકોઈનથી વાસ્તવિક ટ્રાન્ઝેક્શન થયું, એક શખ્સે 2 પિત્ઝાના બદલામાં 10,000 BTC દુકાનદારને આપી દીધા હતા.
  • 2017: ક્રિપ્ટો માર્કેટે જોર પકડતાં પહેલીવાર બિટકોઈન 20,000 ડૉલર સુધી પહોંચી હતી.
  • 2020-2021: ટેસ્લા અને સ્ક્વેર જેવી કંપનીઓ બિટકોઈનમાં રોકાણ કરીને સંસ્થાકીય ખરીદી વધી.
  • 2023: US SEC એ Bitcoin ETFs ને મંજૂરી આપી, જે સંસ્થાકીય રોકાણોને ડિજિટલ કરન્સીમાં રોકાણને પ્રોત્સાહન વધાર્યું
  • 2024: ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ દરમિયાન ક્રિપ્ટો-ફ્રેંડલી નીતિઓની અપેક્ષામાં અમેરિકામાં વિજય મેળવ્યા બાદ બિટકોઈન 98,000 ડૉલરની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

રોકાણકારો માટે બિટકોઈન સાથે જોડાયેલા જોખમ

  1. બિટકોઈનની કિંમતમાં અધિકતમ ઉતાર-ચઢાવ આવ્યો છે.
  2. બિટકોઈનથી ચોંકાવનાર રિટર્ન માત્ર એવા લોકોને સંભવ હતું જેમણે એક દશકાથી વધુ સમય સુધી પોતાનું રોકાણ બનાવી રાખ્યું.
  3. બિટકોઈનનું રિટર્ન અસાધારણ છે, પરંતુ હજી પણ તમારા બધા પૈસા તેમાં રોકાણ કરવા જોખમ ભરેલ છે.
  4. ભારતમાં બિટકોઈનને લઈ રેગ્યુલેશન સ્પષ્ટ નથી. RBIએ આના પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનું આહ્વાન કર્યું. બીજી તરફ નાણા મંત્રાલયે ક્રિપ્ટો પર તગડો ટેક્સ લગાવ્યો છે. વર્તમાનમાં ક્રિપ્ટો પ્રોફિટ પર 30 ટકા ટેક્સ છે. નુકસાનીના વળતર પર કોઈ પ્રાવધાન નથી. એક નિશ્ચિક રકમ પછી ક્રિપ્ટો વેચવા પર 1% TDS પણ કપાશે.

બિટકોઈન કઈ રીતે ખરીદવા?

ભારતીય રોકાણકારો બિટકોઈન ખરીદી શકે તેવાં કેટલાંય પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જેમાં Binance, CoinSwitch, CoinDCX, Zebpay નો સમાવેશ થાય છે. તમામ એપ માટે KYC ની જરૂરત હોય છે અને ક્રિપ્ટો ટ્રાંજેક્શન માટે ફી પણ વસૂલવામાં આવે છે.

બિટકોઈનની કિંમતની સંભાવના શું છે?

વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ બર્નસ્ટીનને ઉમ્મીદ છે કે 2025 સુધી બિટકોઈનની કિંમત 2,00,000 ડૉલર, 2029 સુધી 5,00,000 ડૉલર અને 2033 સુધી 1 મિલિયન ડૉલર સુધી પહોંચી જશે. યાહૂ ફાઈનાન્સ મુજબ આઈ ઈન્વેસ્ટના સીઈઓ કૈથી વુડને પણ ઉમ્મીદ છે કે 2030 સુધીમાં બિટકોઈનની કિંમત 1 મિલિયન ડૉલર સુધી પહોંચી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X