Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Investment Schemes : આમ આદમીને મળી ન્યુ યર ગિફ્ટ, નાની બચત યોજનાના વ્યાજ દરમાં જંગી વધારો

1 વર્ષની સ્કીમ પર વ્યાજ દર વધારીને 6.6 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે 2 વર્ષની સ્કીમ પર 6.8 ટકાના દરે વ્યાજ મળશે. 3 વર્ષની સ્કીમ પર વ્યાજ દર વધીને 6.9 ટકા થઈ ગયો છે.

Investment Schemes : નરેન્દ્ર મોદી સરકારે નવા વર્ષ 2023 પહેલા સામાન્ય જનતાને મોટી ગિફ્ટ આપી છે. સરકારે એક જાન્યુઆરીથી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ, સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કિમ પર આપવામાં આવતા વ્યાજ દર વધી રહ્યો છે.

Investment Schemes

પીપીએફના દરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વધારો જાન્યુઆરી-માર્ચના ક્વાટરના વ્યાજ દરો માટે કરવામાં આવ્યો છે.

1 વર્ષની સ્કીમ પર વ્યાજ દર વધારીને 6.6 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે 2 વર્ષની સ્કીમ પર 6.8 ટકાના દરે વ્યાજ મળશે. 3 વર્ષની સ્કીમ પર વ્યાજ દર વધીને 6.9 ટકા થઈ ગયો છે. આવા સમયે, 5 વર્ષની યોજના પર 7 ટકાના દરે વ્યાજ મળશે. સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ પ્લાન પર વ્યાજ દર હવે 8 ટકા છે.

માસિક આવક યોજના પર વ્યાજ દર વધીને 7.1 ટકા થઈ ગયો છે. આ સિવાય કિસાન વિકાસ પત્ર પર હવે 7.2 ટકાના દરે વ્યાજ મળશે. આવા સમયે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર વ્યાજ દર વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X