For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OPEC દ્વારા તેલ ઉત્પાદન નહીં ઘટાડવાની શક્યતાએ HPCL, BPCL પાછળ રોકાણકારોની દોડ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 27 નવેમ્બર : ભારતીય સ્ટોક માર્કેટમાં રોકાણકારોએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે HPCL અને BPCLના શેર્સ પર મોટો મદાર રાખ્ય હોવાથી આ કંપનીના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીનું એક કારણ OPECની બેઠકમાં તેલ ઉત્પાદન નહીં ઘટાડવાના સંભવિત નિર્ણયની જાહેરાતની શક્યતાને જોવામાં આવી રહ્યું છે.

આજે મોર્નિંગ સેશનમાં BPCLના શેર્સ 2.6 ટકાના વધારા સાથે રૂપિયા 724 પર ટ્રેડ થઇ રહ્યા હતા. જ્યારે HPCLના શેર્સમાં 3 ટકાનો મોટો વધારો જોવા મળ્યો હતો. આ શેર્સ 3.5 ટકા વધ્યો ત્યારે રૂપિયા 548 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

stock-market-20

Hindustan Petroleum Corporation:
BSE 546.55BSE Quote15.95 (3.01%)
NSE 547.10NSE Quote17.25 (3.26%)

Bharat Petroleum Corporation:
BSE 724.45BSE Quote17.1 (2.42%)
NSE 725.60NSE Quote18 (2.54%)

માર્કેટ વિશ્લેષકોનું માનવું છે કે આજે મળનારી OPEC દેશોની મહત્વની બેઠકમાં તેલ ઉત્પાદન નહીં ઘટાડવું તેવો નિર્ણય લેવામાં આવી શકે છે. જેના પરિણામે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં તેજી જોવા મળી છે.

બીજી તરફ સતત ચોથા દિવસે તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં ક્રુડ ફ્યુતર 76 ડોલર પ્રતિ બેરલના ભાવે વેચાયું હતું, જો ઓપેક દ્વારા ઓઇલ પ્રોડક્શનમાં કોઇ પ્રકારનો કામ મૂકવામાં આવશે નહીં તેવી જાહેરાત કરાશે તો તેલની કિંમતોમાં હજી પણ ઘટાડો થશે.

English summary
Investors Bet on HPCL, BPCL as OPEC Oil Production Cut Looks Unlikely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X