Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોટા સમાચાર: BSNL બંધ થઈ શકે છે! આ કારણે કેન્દ્ર સરકાર પગલાં લઈ શકે છે

ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોના પ્રવેશ સાથે બાકીની ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. જીયોની સસ્તી અને ફ્રી યોજનાને લીધે, ટેલિકોમ કંપનીઓ વચ્ચેના ભાવ અને ડેટા યુદ્ધમાં વધારો થયો છે.

ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયોના પ્રવેશ સાથે બાકીની ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી ગઈ છે. જીયોની સસ્તી અને ફ્રી યોજનાને લીધે, ટેલિકોમ કંપનીઓ વચ્ચેના ભાવ અને ડેટા યુદ્ધમાં વધારો થયો છે. ઘણી ટેલિકોમ કંપનીઓએ આ પ્રાઇસના યુદ્ધમાં તેમના વ્યવસાયો બંધ કરવા પડે તો, ઘણાને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હવે જીયોને લીધે સરકારી ટેલિકોમ કંપની BSNLને પણ મોટો ખતરો થયો છે. સતત નુકસાનમાં રહેલ BSNL બંધ થવાની કગાર પર છે. કેન્દ્ર સરકારે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ને બંધ કરવાનું સૂચન કર્યું છે.

આ પણ વાંચો: ALERT: ચિપ વાળું નવું ATM કાર્ડ સલામત નથી, SBI એકાઉન્ટ ધારકોને ઇમેઇલ મોકલી રહી છે

બંધ થવા જઈ રહ્યું છે BSNL

બંધ થવા જઈ રહ્યું છે BSNL

સરકારી ટેલિકોમ કંપની BSNL સતત નુકશાનમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકાર પહેલેથી જ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે તૈયારી કરી રહી હતી, પરંતુ હવે સરકાર તેને બંધ કરવા વિચારી રહી છે. આ સમાચાર પછી હવે BSNL ના કર્મચારીઓ અને BSNLના વપરાશકર્તાઓ પર ખતરો છે. જ્યાં કર્મચારીઓ પર નોકરીને લઈને ખતરો છે, તો વપરાશકર્તાઓ તેમના કનેક્શનને લઈને ચિંતિત છે.

નુકશાનમાં બીએસએનએલ

નુકશાનમાં બીએસએનએલ

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, 2017-18ના નાણાકીય વર્ષના અંત સુધીમાં બીએસએનએલનું કુલ નુકસાન રૂ. 31,287 કરોડ પહોંચી ગયું છે. સતત ખોટમાં ચાલતી કંપની વિશે ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજનએ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કંપનીને બંધ કરવા અંગે વિચારણા કરવાનું કહ્યું હતું. બેઠકમાં બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે કંપનીની નાણાકીય સ્થિતિ, ખોટ અને રિલાયન્સ જિયો આવવાને લીધે મુશ્કેલી વધી છે. કંપનીની સ્થિતિ જોઈને, જ્યાં સરકાર પ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી કરી રહી હતી, ત્યાં હવે કંપનીને કારોબાર બંધ કરવા પર વિચાર કરવા માટે કહ્યું છે. સરકારે બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓને તમામ વિકલ્પો પર વિચાર કરવા માટે કહ્યું છે.

BSNL પાસે શું વિકલ્પ છે

BSNL પાસે શું વિકલ્પ છે

સરકારએ બીએસએનએલ સામે ત્રણ વિકલ્પો મુક્યા છે પ્રથમ કંપનીમાં રણનીતિક ડિસઇન્વેસ્ટમેન્ટ, બીજો કંપનીનો કારોબાર બંધ કરવામાં આવે અને ત્રીજો નાણાકીય સહાય સાથે કંપનીને મજબૂત કરવામાં આવે. તો બીએસએનએલએ સરકારની સામે એક બીજો વિકલ્પ મુક્યો છે, જેના હેઠળ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે તેમને વીઆઇએસ અને રિટાયરમેન્ટની ઉંમરને 60 થી ઘટાડી 58 કરવાની વાત કરી છે. જો આવું થાય તો, કંપની પગાર મતમાં રૂ 3,000 કરોડની બચત કરી શકશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X