કોણ છે આનંદ પીરામલ, જેની સાથે થવાના છે ઈશા અંબાણીના લગ્ન?

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન નક્કી થઈ ચૂક્યા છે. ઈશા અંબાણીના લગ્ન દેશના સૌથી મોટા ઉદ્યોગપિત અજય પીરામલ સાથે થઈ રહ્યા છે.

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન નક્કી થઈ ચૂક્યા છે. ઈશા અંબાણીના લગ્ન દેશના સૌથી મોટા ઉદ્યોગપિત અજય પીરામલ સાથે થઈ રહ્યા છે. સમાચારો મુજબ આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરમાં ઈશા અંબાણીના લગ્ન થઈ શકે છે.

પીરામલ કુટુંબની વહુ બનશે ઈશા

પીરામલ કુટુંબની વહુ બનશે ઈશા

આનંદ પીરામલ ભારતીય ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર છે. અજય પીરામલ, પીરામલ ગ્રુપના પ્રમુખ છે. અંબાણી અને પીરામલ પરિવાર એકબીજાને છેલ્લા 4 દાયકાથી જાણે છે. પીરામલ ગ્રુપ દેશમાં ટેક્સટાઈલ્સમાં એક મોટુ નામ છે. ટેક્સટાઈલ્સ ઉપરાંત તે ફાર્માસ્યુટિકલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ જોડાયેલા છે.

કોણ છે આનંદ પીરામલ

કોણ છે આનંદ પીરામલ

આનંદ પીરામલ પ્રસિદ્ધ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ છે. આનંદ પીરામલ પોતાના પિતાની કંપની પીરામલ એન્ટરપ્રાઈઝમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે. હાવર્ડથી ગ્રેજ્યુએટ થયા બાદ આનંદ પીરામલે બે બિઝનેસ શરુ કર્યા હતા જેમાં એક હેલ્થ સાથે જોડાયેલ કંપની પીરામલ ઈ સ્વાસ્થ્ય છે અને બીજો રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો. બંને કંપનીઓ હવે પીરામલ એન્ટરપ્રાઈઝનો હિસ્સો છે.

મુકેશ અંબાણીની સલાહ પર કર્યો અમલ

મુકેશ અંબાણીની સલાહ પર કર્યો અમલ

આનંદ પીરામલ અને મુકેશ અંબાણી વચ્ચે હાલમાં જ એક રસપ્રદ વાતચીત થઈ હતી. જેમાં આનંદ પીરામલે મુકેશ અંબાણીને પૂછ્યુ હતુ કે તેમને બિઝનેસમાં જવુ જોઈએ કે કન્સલ્ટન્ટમાં. મુકેશ અંબાણીએ આનો બહુ રસપ્રદ જવાબ આપ્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યુ હતુ કે કન્સલ્ટન્ટ બનવુ ક્રિકેટની કોમેન્ટ્રી આપવા જેવુ છે. કોમેન્ટ્રી કરવાથી કોઈ ક્રિકેટ નથી શીખી શકતુ, તેના માટે ક્રિકેટ રમવુ પડે છે. મુકેશ અંબાણીએ આનંદ પીરામલને કહ્યું કે જો તમે કંઈક કરવા ઈચ્છો છો તો બિઝનેસમેન બનો અને તેની શરૂઆત અત્યારથી જ કરી દો.

બિઝનેસનું દરેક ગણિત સમજે છે ઈશા

બિઝનેસનું દરેક ગણિત સમજે છે ઈશા

વળી, મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ બિઝનેસના દાવપેચ સરસ રીતે જાણે છે. મુકેશ અંબાણીએ પોતે જ કહ્યુ હતુ કે જિયો શરૂ કરવાનો આઈડિયા ઈશા અંબાણીએ આપ્યો હતો. ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના બોર્ડમાં શામેલ છે. ઈશા પાસે યેલ વિશ્વવિદ્યાલયની ડિગ્રી છે. આ ઉપરાંત તેની પાસે સ્ટેનફોર્ડના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામની માસ્ટર ડિગ્રી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X