નવી દિલ્હી, 28 માર્ચ: ઇન્કમ ટેક્ષ વિભાગે ફિનલેન્ડની મોબાઇલ હેન્ડસેટ કંપની વિરૂદ્ધ ટેક્ષ ન ચુકવવાના આરોપમાં 2,000 કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. ઇન્કમ ટેક્ષ વિભાગે નોકિયાના શ્રીપેરેમ્બદુર ફેક્ટરીની 8 જાન્યુઆરીએ તપાસ કરી હતી તે દરમિયાન ઇન્કમ ટેક્ષ વિભાગે આ ગોટાળો પકડી પાડ્યો હતો.
ભારતમાં કામ કરી રહેલી નોકિયા કંપનીએ કહ્યું છે કે તે ઇન્કમ ટેક્ષ વિભાગની સાથે આ મુદ્દે સંપુર્ણ સહયોગ કરશે. નોકિયાએ કહ્યું છે કે ઇન્કમ ટેક્ષ વિભાગને આ મુદ્દે જે પણ દસ્તાવેજ જોઇશે તે પુરા પાડશે.