For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ કિસાન: 30 નવેમ્બર સુધીમાં Aadhar અટેચ કરશો તો જ પૈસા મળશે

પીએમ કિસાન: 30 નવેમ્બર સુધીમાં Aadhar અટેચ કરશો તો જ પૈસા મળશે

|
Google Oneindia Gujarati News

સરકારે પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમના પૈસા મેળવવા માટે આધાર નંબર સાથે તેને લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2019 નક્કી કરી છે. જો કોઈ 30 નવેમ્બર સુધી પીએમ કિસાન યોજનામાં તેનો આધાર લિંક નહીં કરે, તો પૈસા મળવાનું બંધ થઈ જશે. આમ ખેડૂતોને આગામી હપ્તા નહીં મળે જે 2000 રૂપિયા છે. પીએમ કિસાન યોજના અંતર્ગત મોદી સરકાર ખેડૂતોને વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપે છે. આ પૈસા 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. જો કે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ અને મેઘાલયના ખેડૂતો માટે આધારને જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 છે. એટલું જ નહીં, જો તમને આજ સુધી આ યોજના માટે નાણાં મળતા હતા, અને પછીથી મળતા બંધ થયા છે, તો તમે તેના માટેનું કારણ ઓનલાઇન જાણી શકો છો. ફક્ત આ જ નહીં, જો તમે ઇચ્છો તો, તમે તમારી પીએમ કિસાનને લગતી ફરિયાદ ઓનલાઇન અથવા ફોન પર ફાઇલ કરાવી શકો છો.

માત્ર અડધા ખેડૂતોને જ પૈસા મળી રહ્યા છે

માત્ર અડધા ખેડૂતોને જ પૈસા મળી રહ્યા છે

હાલમાં દેશના અડધા ખેડૂત જ પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મેળવી રહ્યા છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં આશરે 14.5 કરોડ ખેડૂત પરિવારો છે. તે બધા આ યોજના હેઠળ પૈસા લઈ શકે છે. મોદી સરકારે આ માટે લગભગ 87 હજાર કરોડની જોગવાઈ કરી છે. પરંતુ આજદિન સુધીમાં માત્ર 7.63 કરોડ ખેડુતોને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળ્યો છે. જોકે, ફક્ત 3.69 કરોડ ખેડુતોને જ આ યોજનાનો ત્રીજો હપ્તો મળ્યો છે. બાકીના ખેડુતોને કાગળની ખામી અને આધારના અભાવના કારણે નાણાં મળી શક્યા નથી.

ખેડુતો જાતે જ પોતાની નોંધણી કરાવી શકે છે

ખેડુતો જાતે જ પોતાની નોંધણી કરાવી શકે છે

દેશનો કોઈપણ ખેડૂત જાતે જ પોતાની નોંધણી કરાવી આ યોજના માટે પૈસા લેવાનું શરૂ કરી શકે છે. બીજી બાજુ, જો તમે પીએમ કિસાન યોજના માટે અરજી કરી છે, અને હજી સુધી પૈસા મળ્યા નથી, તો પછી તમે તમારું સ્ટેટસ પણ ઓનલાઇન ચેક શકો છો. કૃષિ મંત્રાલયે જાહેર કરેલી માહિતી મુજબ, કોઈપણ ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર જઈને પોતાનો આધાર, મોબાઇલ અને બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને તેનું સ્ટેટસ જાણી શકે છે.

જો તમને પૈસા નહીં મળે તો ફરિયાદ કરો

જો તમને પૈસા નહીં મળે તો ફરિયાદ કરો

જો કોઈ ખેડૂતને હજુ સુધી પીએમ કિસાન યોજનાના પૈસા મળ્યા નથી, તો તે પોતાની ફરિયાદ પણ નોંધાવી શકે છે. ખેડુતો આ ફરિયાદ તેમના એકાઉન્ટન્ટ અથવા કૃષિ અધિકારીને કરી શકે છે. આ સિવાય કેન્દ્રીય કૃષિ મંત્રાલયના કિસાન હેલ્પ ડેસ્કના મેઇલ પર પણ ખેડૂતો તેમની ફરિયાદો નોંધાવી શકે છે. ઇમેઇલ સરનામું છે [email protected]
આ સિવાય ખેડુતો હેલ્પલાઈન નંબર ઉપર પણ પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આ ફોન નંબર છે-011-23381092,011-23382401

તેજસ એક્સપ્રેસને પહેલા મહિને થયો 70 લાખનો બંપર ફાયદોતેજસ એક્સપ્રેસને પહેલા મહિને થયો 70 લાખનો બંપર ફાયદો

English summary
how to add aadhaar in pm kisan helpline number and email address of pm kisan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X