ચીની કંપનીઓ પર સરકારની તવાઇ, 54 એપ બેન કર્યા બાદ ચાઇનિઝ ટેલિકોમ કંપનીઓના સ્થળો પર ITના દરોડા
ચીનની કંપનીઓ સામે ભારત સરકાર સતત કડક વલણ દાખવી રહી છે. પહેલા ભારતમાં 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે ચાઈનીઝ ટેલિકોમ કંપનીની ઘણી ઓફિસો પર દરોડા પાડ્યા છે. કરચોરીના મામ
ચીનની કંપનીઓ સામે ભારત સરકાર સતત કડક વલણ દાખવી રહી છે. પહેલા ભારતમાં 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે ચાઈનીઝ ટેલિકોમ કંપનીની ઘણી ઓફિસો પર દરોડા પાડ્યા છે. કરચોરીના મામલામાં આવકવેરા વિભાગની ટીમે મંગળવારે દિલ્હી, ગુરુગ્રામ અને બેંગ્લોરમાં ચીની ટેલિકોમ કંપની Huaweiની ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેની માહિતી આજે ખુદ Huawei દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારે ચીનની ટેલિકોમ કંપની Huawei ને 5G સેવાઓના પરીક્ષણમાંથી બહાર રાખ્યા છે.

Huawei એ ટ્વિટ કરીને માહિતી આપી છે કે દિલ્હી, ગુરુગ્રામ અને બેંગ્લોરમાં તેમની ઓફિસ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કરચોરીની ફરિયાદો બાદ આવકવેરા વિભાગના અધિકારીઓએ Huawei કંપનીની આ ઓફિસોની મુલાકાત લીધી છે અને તપાસ કરી છે. કંપનીના ભારતીય વ્યવસાય અને વિદેશી વ્યવહારો સામે કરચોરીની તપાસ હાથ ધરવામાં આવી છે અને કંપનીના ઘણા દસ્તાવેજો અને પુસ્તકોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, Huawei એ પોતે જ ક્લીન ચીટ આપતા ટ્વિટ કર્યું અને લખ્યું કે તેઓએ કોઈ પણ ટેક્સ ચોરી કરી નથી. તેણે ટ્વીટમાં લખ્યું કે ભારતમાં તેનું ઓપરેશન સંપૂર્ણપણે કાયદા હેઠળ થઈ રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તે આ મામલે વધુ માહિતી માટે આવકવેરા વિભાગનો સંપર્ક કરી રહી છે. ચાઇનીઝ ટેલિકોમ કંપનીઓને ભૂતકાળમાં નિયમનકારી ફાઇલિંગ અને અન્ય રિપોર્ટિંગમાં અનિયમિતતા માટે ઠપકો આપવામાં આવ્યો છે.
Last year Income Tax Dept had conducted searches against Chinese mobile communication and handset manufacturing companies like Xiaomi and Oppo and claimed to have detected alleged unaccounted income worth over Rs 6,500 crore due to violation of the Indian tax law and regulations.
— ANI (@ANI) February 16, 2022
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
