દિવાળી બંપર ઑફર: માત્ર 921 રુપિયામાં હવાઇ સફર, આવી રીતે ટિકિટ કરો બુક

Subscribe to Oneindia News

પ્રાઇવેટ એરલાઇંસ કંપની જેટ એરવેઝ તમારા માટે દિવાળીની બંપર ઑફર લઇને આવી છે. આ એરલાઇંસ માત્ર 921 રુપિયામાં તમને હવાઇ સફરનો મોકો આપી રહી છે. તમે આ દરમાં અમુક ખાસ રુટ પર પ્રવાસ કરી શકો છો.

jet airways

જો કે આ ઑફર સીમિત સમય માટે જ છે. તમે આ ટિકિટદરમાં 25 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર વચ્ચે ટિકિટ બુક કરાવી શકો છો. જો કે તમે 9 નવેમ્બર પછી જ આ ટિકિટો પર યાત્રા કરી શકશો. આ ઑફર મેળવવા માટે તમારે એરલાઇંસના અમુક નિયમોનું પાલન કર્વુ પડશે. જેમ કે આ ઑફર અંતર્ગત માત્ર જેટ એરવેઝની ડાયરેક્ટ ફ્લાઇટમાં જ ટિકિટ બુક કરાવી શકાશે.

સૌથી મહત્વની વાત એ કે આ ઑફર હેઠળ તમે 15 દિવસ પહેલાની ટિકિટ બુક કરાવી શકો છો. આ ઑફર પર ટિકિટ મેળવવા માટે કંપનીએ 'વહેલા તે પહેલાના ધોરણે' ઑફર મૂકી છે. જો તમે આ ઑફર હેઠળ ટિકિટ બુક કરાવીને પછી કેંસલ કરાવશો તો પૈસા પાછા નહિ મળે.

English summary
Jet Airways will offer all-inclusive fares starting at Rs 921 in select routes as part of special Diwali offer.
Please Wait while comments are loading...