For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇતિહાદ એરલાઇન્સને 2000 કરોડનો હિસ્સો વેચશે જેટ એરવેઝ

|
Google Oneindia Gujarati News

jet-airways-etihad
મુંબઈ, 24 એપ્રિલ : જેટ એરવેઝ પોતાનો એક નાનો હિસ્સો અબુ ધાબીની વિમાનસેવા કંપની ઈતિહાદ એરવેઝને વેચશે. આ સોદો અંદાજે રૂપિયા 2000 કરોડનો હોવાનું જાણવા મળે છે. અનેક મહિનાઓની વાટાઘાટ બાદ બંને એરલાઈન વચ્ચે આ સોદો નક્કી થયો છે.

માર્કેટ શેરની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી એરલાઈન, જેટ એરવેઝે મુંબઈ શેરબજારને મોકલાવેલા એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું છે કે તેના બોર્ડે ઈતિહાદને બે કરોડ 73 લાખ શેર, શેર દીઠ રૂપિયા 754.74ના ભાવે વેચવાના નિર્ણયને મંજૂરી આપી છે.

ભારત સરકારે ગયા સપ્ટેમ્બરમાં એવિએશન સેક્ટરમાં માલિકીના નિયમોને હળવા બનાવ્યા હતા. એવિએશનમાં એફડીઆઇને મંજૂરી મળ્યા પછી કોઈ ભારતીય એરલાઈનમાં કોઈ વિદેશી એરલાઈને હિસ્સો ખરીદ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. ભારત સરકારે દેશની એરલાઈન્સમાં 49 ટકા સુધી હિસ્સો ખરીદવાની વિદેશી એરલાઈન્સને છૂટ આપી છે.

ઈતિહાદ દ્વારા જેટ એરવેઝમાં ખરીદેલો હિસ્સો અંદાજે 24 ટકા જેટલો થાય છે. આ સોદાથી ઈતિહાદ ભારતમાં પોતાની સેવાઓનો વ્યાપ સરળતાથી વધારી શકશે.

English summary
Jet Airways will sell 2000 crore stake to Etihad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X