For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jioની ફ્રી જાહેરાત પછી પડ્યા એરટેલ-આઇડિયાના ભાવ

રિલાઈન્સ જીયો ફરી મોર્કેટમાં અને શેર બજારમાં બીજી કંપનીઓથી આગળ.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ટેલિકોમ કંપનીઓ માટે રિલાયન્સ જીયો કોઇ ખરાબ સ્વપ્ન સમાજ સમાન બની ગયું છે. જ્યારે જ્યાં રિલાયન્સ જીયો કોઇ મોટી જાહેરાત કરી છે નુક્શાન વેઠવાનો વારો અન્ય ટેલિકોમ કંપનીઓને આવે છે. શુક્રવારે જીયોના માલિક મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોની વાર્ષિક જનરલ મીટિંગમાં અનેક નવી સ્ક્રીમો સાથે જીયો ફોનની જાહેરાત કરી. અને તે સાથે જ તેની પ્રતિસ્પર્ધી કંપની એરટેલ અને આઇડિયાના શેયરમાં ઘટાડો થવાની શરૂઆત થઇ ગઇ. ત્યાં જ બીજી તરફ કોઇની ચડતી તો કોઇની પડતી નિયમ મુજબ રિલાયન્સ જીયોના શેયરમાં તેજી સ્પષ્ટ રૂપે જોવા મળી.

Business

શુક્રવારે ભારતી એરટેલના શેયર 416 રૂપિયે ખુલ્યા હતા પણ બપોર પછી એરટેલના શેયર ઘટવા લાગ્યા અને 12 વાગ્યા સુધી 404 પર આવી ગયા. તે પછી શેયર સ્ટેડી થયા પણ બજાર બંધ થાય ત્યાં સુધીમાં તેના ભાવ 411.70 થઇ ગયા. આમ એરટેલના શેયરમાં લગભગ 2 ટકા (1.91%)નો ઘટાડો જોવા મળ્યો. તો બીજી તરફ આઇડિયાના શેયર પર સવારે 95.96 અંકો પર ખુલ્યા હતા. 12 વાગ્યા સુધીમાં તેના ભાવ 88.35 થઇ ગયા હતા. અને સાંજે બજાર બંધ થતા શેયર 91.65માં બંધ થયા હતા. આમ આઇડિયાના શેયરને પણ 3.58 ટકાનું નુક્શાન વેઠવું પડ્યું હતું. ત્યાં જ રિલાયન્સ જીયોના શેયરમાં 3.60 ટકાનો ઉછાળ જોવા મળ્યો હતો. સવારે તેના શેયર 1,547 પર ખુલ્યા હતા અને તેજીથી આગળ વધ્યા હતા. બજાર બંધ થતા થતા તેના શેયરમાં 55.10 અંકોની તેજી જોવા મળી હતી.

English summary
jio agm in highlights of the mukesh ambani announcement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X