For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીયો ગિગાફાઈબર રિલાયન્સની FTTH બ્રોડબેન્ડનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?

જિયોએ પાછલા મહિને મુંબઈમાં પોતાની સામાન્ય સભામાં જિયો ગિગાફાઈબર નામની FTTF બ્રોડબેન્ડ સેવાની જાહેરાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

જિયોએ પાછલા મહિને મુંબઈમાં પોતાની સામાન્ય સભામાં જિયો ગિગાફાઈબર નામની FTTF બ્રોડબેન્ડ સેવાની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે જિયો 1,100 શહેરોમાં ઘર અને ઓફિસમાં ફાઈબર કનેક્ટિવિટી માટે પોતાની યોજના ફેલાવશે. જો કે આ સેવા 2016થી ચાલી રહી છે, અને પરીક્ષણ માટે જિયો ગિગાફાઈબર 100 એમબીપીએસની સ્પીડ પર 90 દિવસ સુધી 100 જીબી ડેટા આપી રહ્યું છે. જો તમે ગિગાફાઈબર માટે રજિસ્ટ્રેશન કરવા ઈચ્છો છો તો આ વાંચી લો.

કેવી રીતે કરશો જીયો ગિગાફાઈબર બ્રોડબેન્ડ માટે રજિસ્ટ્રેશન?

કેવી રીતે કરશો જીયો ગિગાફાઈબર બ્રોડબેન્ડ માટે રજિસ્ટ્રેશન?

જિયો ગિગાફાઈબર હાલ ટેસ્ટિંગ પર છે. એટલે જ બધા સ્થળોએ ઉપલબ્ધ નથી. જો તમે તમારા મિત્રો કે પાડોશીને જિયો ગિગાફાઈબર સેવા માટે આમંત્રણ આપવા માટે એક આમંત્રણ માત્ર એક કાર્યક્રમ છે. જિયો યુઝર્સે એક ફોર્મ ભરીને પોતાના ગિગાફાઈબર સેવામાં રજિસ્ટ્રેશન કરવું પડશે.

આ મુખ્ય વાતો પર આપો ધ્યાન

આ મુખ્ય વાતો પર આપો ધ્યાન

1. આ લિંક પર કરો લૉગ ઈન https://gigafiber.jio.com/registraion

2. જિયો તમને ગિગાફાઈબર માટે એડ્રેસ આપવાનું કહેશે. જે તમે મેપ દ્વારા કે પછી મેન્યુઅલી આપી શકો છો. તમારા ઘર કે ઓફિસના રજિસ્ટ્રેશન માટે જિયો ગુગલ મેપનો ઉપયોગ કરે છે.

3. એક વાર સરનામુ નોંધાવ્યા બાદ, તમે વ્યક્તિગત માહિતી આપી શકો છો.

4. તમારે પોતાનું આખુ નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી આપવાનું રહેશે. મોબાઈલ નંબર જિયો નેટવર્ક સંબંધિત ન હોવો જોઈએ. નિયમ અને શરતોનો સ્વીકાર કરવા માટે બોક્સને ચેક કરો.

5. તમે નોંધાવેલી જગ્યાનો પ્રકાર પસંદ કરો. જેમ કે RWD / સમાજ, ડેવલપર, ટાઉનશિપ વગેરે વગેરે. તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી ઈનપુટ કરો.

6. તમે અહીં એક કરતા વધુ એડ્રેસ આપી શકો છો. જિયો તમને પૂછશે કે તમારી પાસે બીજું પણ કોઈ એડ્રેસ છે. ‘આગળ વધો' નામના વિકલ્પ પર ટેપ કરો.

શું છે ફાઈબર FTTH ટેક્નોલોજી ?

શું છે ફાઈબર FTTH ટેક્નોલોજી ?

જિયોના જણાવ્યા મુજબ જ્યારે ફાઈબર તમારા મકાન સુધી જ પહોંચે. જિયોની ગિગાફાઈબર કનેક્ટિવિટી સીધુ ઘર સુધી આવે છે. મકાન સુધી પહોંચતો પરંપરાગત કેબલ તમારા નેટની સ્પીડ ઘટાડે છે.

જિયો ગિગાફાઈબર બ્રોડબેન્ટ ખરીદવા માટે ગ્રાહકોએ જિયો દ્વારા અપાતા 4500 ગિગાહબ હોમ ગેટ વે ડિવાઈસ માટે ડિપોઝિટ ભરવી પડશે. જિયો ગિગાફાઈબર સેવાનો બંધ કરવા પર તે પૂરી રકમ પરત મળશે. જો કે પરત કરતા સમયે ડિવાઈસ સારી અને ચાલુ સ્થિતિમાં હોવું જોઈએ.

English summary
Jio Gigafiber How To Register For Reliance FTTH Broadband Service
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X