For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Reliance Jioએ ઉતાર્યા નવા 4 ઑલ-ઈન-વન-પ્લાન્સ, મળશે 56જીબી ડેટા

Reliance Jioએ ઉતાર્યા નવા 4 ઑલ-ઈન-વન-પ્લાન્સ, મળશે 56જીબી ડેટા

|
Google Oneindia Gujarati News

મુકેશ અંબાણીના નેતૃત્વવાળી કંપની રિલાયન્સ જિયોએ શુક્રવારે JioPhone યૂઝર્સ માટે નવા મંથલી ઑલ ઈન વન પ્લાન્સની ઘોષણા કરી દીધી છે. આ પ્લાન્સની કિંમત 75 રૂપિયાથી લઈ 185 રૂપિયાની વચ્ચે છે. આ નવા પ્લાન્સ પહેલેથી જ હાજર JioPhone રિચાર્જ પ્લાન્સ સાથે ઉપલબ્ધ હશે.

જિયોના નવા ચાર પ્લાન લૉન્ચ

જિયોના નવા ચાર પ્લાન લૉન્ચ

આ નવા મંથલી પ્લાન્સમાં ટેલીકોમ ઑપરેટર દ્વારા જિયો-ટૂ-જિયો કૉલિંગ ફ્રી આપવામાં આવી રહ્યું છે. જ્યારે નૉન-જિયો કૉલિંગ માટે 500 મિનિટની સમય સીમા રાખવામાં આવી છે. JioPhone ગ્રાહકોને સૌથી સસ્તા 7 રૂપિયાવાળા પ્લાનમાં 3જીબી મંથલી ડેટા મળશે. જ્યારે 125 રૂપિયા, 155 રૂપિયા અને 185 રૂપિયાવાળા પ્લાનમાં JioPhone યૂઝર્સને ક્રમશઃ 14જીબી, 28જીબી અને 56 જીબી મંથલી ડેટા મળશે. આ બધા પ્લાન્સની વેલિડિટી 28 દિવસની છે. જિયોએ એક પ્રેસ સ્ટેટમેન્ટમાં કહ્યું કે કંપની પ્રતિદ્વંદી કંપનીઓના મુકાબલે 25 ગણા વધુ વેલ્યૂ ઉપલબ્ધ કરાવી રહી છે.

યૂઝર્સ માટે નવા ટેરિફ પ્લાન

યૂઝર્સ માટે નવા ટેરિફ પ્લાન

અગાઉ સોમવારે કંપનીએ Jio યૂઝર્સ માટે ચાર નવા ટેરિફ પ્લાન રજૂ કર્યા હતા. આ પ્લાન્સ 222 રૂપિયા, 333 રૂપિયા, 444 રૂપિયા અને 555 રૂપિયા વાળા છે. જેની વેલિડિટી ક્રમશઃ 28 દિવસ, 56 દિવસ, 84 દિવસની છે. આ તમામ નવા પ્લાન્સ 1000 ઑફ-નેટ IUC સાથે આવે છે, જેનાથી બીજા નેટવર્કમાં કૉલ કરી શકાય છે. જો ગ્રાહક આ અલગથી ખરીદવા માંગે છે તો તેમણે 80 રૂપિયા આપવા પડશે.

ફોન પણ સસ્તો થયો

ફોન પણ સસ્તો થયો

જિયોએ નવા 222 રૂપિયા, 333 રૂપિયા, 444 રૂપિયા અને 555 રૂપિયાવાળા પ્લાન્સમાં ક્રમશઃ 56જીબી, 112જીબી અને 168જીબી ડેટા પણ આપવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે દિવાળીના ખાસ અવસર પર જિયોએ પોતાના JioPhone મૉડેલની કિંમત પણ 50 ટકા સુધી ઘટાડી 699 રૂપિયા કરી દીધી છે.

હરિયાણામાં ભાજપ-JJPની સરકાર, ચૌટાલાની પાર્ટીના ડેપ્યૂટી સીએમહરિયાણામાં ભાજપ-JJPની સરકાર, ચૌટાલાની પાર્ટીના ડેપ્યૂટી સીએમ

English summary
jio launched 4 new plans, now get internet upto 56GB
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X