For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jio ને આ કિસ્સામાં નુકસાન થવાની સંભાવના છે, વાંચો સંપૂર્ણ રિપોર્ટ

માર્કેટમાં આવતાની સાથે રિલાયન્સ જિયોએ તેનો પગ જમાવી લીધો. હવે લોકો આંખ બંધ કરીને કંપનીની સર્વિસ પર વિશ્વાસ કરે છે.

|
Google Oneindia Gujarati News

માર્કેટમાં આવતાની સાથે રિલાયન્સ જિયોએ તેનો પગ જમાવી લીધો. હવે લોકો આંખ બંધ કરીને કંપનીની સર્વિસ પર વિશ્વાસ કરે છે. સૌથી સસ્તું ઇન્ટરનેટ અને પ્લાન ઓફર કરીને રિલાયન્સ જિયોએ યુઝર્સનું દિલ જીતી લીધું છે. અન્ય બધી કંપનીઓ જીયો સાથે સ્પર્ધા કરવા માટે અનેક પ્રયાસ કરતી રહે છે. જો કે ખબર આવી રહી છે કે જીયો કંપની કેટલીક મુશ્કેલીમાં પડતી દેખાઈ રહી છે.

reliance jio

એવું કહેવામાં આવે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રિલાયન્સ જિયોને હેન્ડસેટ પર આપવામાં આવેલી સબસિડી જેવા ખર્ચને ઉમેરી જોવામાં આવે તો 2.1 અરબ ડૉલર અથવા 15 હજાર કરોડ રૂપિયાની ખોટનો સામનો કરવો પડશે. તમને જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ઈન્વેસમેન્ટ રિસર્ચ ફર્મ સેનફોર્ડ સી. બર્નસ્ટેનના વિશ્લેષક ક્રિસ લેન અને સેમ્યુઅલ ચેનના ઉલ્લેખથી બ્લૂમબર્ગની એક રિપોર્ટથી થયો છે.

આવકમાં વૃદ્ધિ જરૂરી

એટલું જ નહિ ક્લાઇંટ્સને 26 મી ફેબ્રુઆરીના રોજ લખવામાં આવેલી નોંધમાં વિશ્લેષકોએ જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો માટેનું આ નુકસાન તેમની પ્રતિસ્પર્ધી ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા કરતાં પણ ખુબ મોટું હશે. તો લેન અને ચેન દ્વારા જાણવા મળ્યું છે કે ફોન સબસિડીનું વહન એક અલગ યુનિટ રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે અને તેથી તે જીયોના હિસાબમાં દેખાતું નથી. તેમણે કહ્યું કે જીયો તેના એકાઉન્ટિંગમાં 'નૉન-સ્ટાન્ડર્ડ' અવમૂલ્યન મેટ્રિક્સનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: Reliance Jio ના વધી રહ્યા છે ગ્રાહક, Vodafone-Airtel નો છોડી રહ્યા છે સાથ

આ થયા પછી પણ કંપની આગામી 12 મહિનામાં આવક અને ગ્રાહકોની સંખ્યાના સંદર્ભમાં બાકીની કંપનીઓને પાછળ છોડી દેશે. મુકેશ અંબાણીની વાયરલેસ ફોન કંપની સતત દર ત્રિમાસિક ગાળામાં તેના નફાની જાહેરાત કરી રહી છે. જારી કરેલી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ રોકાણ પર હકારાત્મક વળતર માટે હેન્ડસેટની સબસિડી ઘટાડવી પડશે. ગ્રાહકો પાસેથી મળતી આવકમાં વધારો કરવો પડશે.

English summary
Reliance Jio will be able to face a loss of 2.1 billion dollars or 15 thousand crore rupees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X