શું જીઓની ફ્રી સમર સરપ્રાઇઝ ઓફર બંધ કરવાનો આદેશ આવ્યો!

Posted By:
Subscribe to Oneindia News

જીયોની ફ્રી સેવાઓ લેવાની ગ્રાહકોને આદત પડી ગઇ છે. અને આજ કારણે જીઓએ હાલમાં ફ્રી સમર સરપ્રાઇઝ ઓફર શરૂ કરી છે. જે તેના અનેક ગ્રાહકોને તેની તરફ આકર્ષિત કરી રહી છે. પણ કદાચ આ ખબર વાંચી તમે દુખી થઇ શકો છો કારણ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇએ રિલાયન્સ જીઓને આદેશ આપ્યો છે કે તે હાલમાં જાહેર કરેલી તેની ઓફર સમર સરપ્રાઇઝ પાછી લઇ લે. એટલું જ નહીં સામે પક્ષે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ પણ ટ્રાઇની આ વાત અંગે પોતાનું સમર્થન રજૂ કર્યું છે. ગુરુવારે જીઓએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રાઇએ જીઓને 3 મહિનાની ફ્રી ઓફર જીઓ સમર સરપ્રાઇઝ પાછી ખેંચવાનું જણાવ્યું છે અને તે આ નિર્ણયનો સ્વીકાર કરે છે.

રગદ

એટલું જ નહીં જીયોએ રેગ્યુલેટરના આદેશનું પાલત કરતા આ અંગે કાર્યવાહી શરૂ કરી લીધી છે. અને આગામી સમયમાં તે પોતાની આ ત્રણ મહિનાની ઓફર પાછી ખેંચી લેશે. જો કે ત્યાં સુધી તેને સબસ્ક્રાઇબ કરનાર તમામ ગ્રાહકોને તેનો લાભ મળતો રહેશે. નોંધનીય છે કે જીઓના પ્રાઇમ મેમ્બર્સને ફ્રી વોઇસ અને ડેટા સર્વિસિસનો લાભ આપ્યો હતો. કંપની જ્યારથી લોન્ચ થઇ ત્યારથી આજ દિવસ સુધી તેણએ વેલકમ ઓફર, હેપી ન્યૂ ઓફર અને સમર સરપ્રાઇઝ જેવા ઓફર જાહેર કરી છે. જેના કારણે 31 માર્ચે જીઓએ 7.2 કરોડ ગ્રાહકો મેળવ્યા હતા. સમર સરપ્રાઇઝ જેવી ઓફરના કારણે તે આવનારા સમયમાં વધુ વુદ્ધિ મેળવી શકત. પણ હવે ટ્રાઇના આદેશના કારણે જીયો અને તેના ગ્રાહકો બન્નેને આવનારા સમયમાં ફટકો પડી શકે છે.

Read also : રિલાયન્સ JIOની આ ધમાકેદાર ઓફર વિષે ખબર છે તમને?  

English summary
jio summer surprise offer will close soon after trai order. Read more on this news here,
Please Wait while comments are loading...