For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્હોનસન એન્ડ જ્હોનસનનું કોસ્મેટિક લાયસન્સ રદ કરાયું

|
Google Oneindia Gujarati News

jhonson-baby-powder
મુંબઈ, 29 એપ્રિલ : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જ્હોન્સન એન્ડ જ્હોનસનના મુલુંડ સ્થિત પ્લાન્ટ ખાતે કોસ્મેટિક્સના ઉત્પાદન માટેનું લાઈસન્સ રદ કરી નાખવામાં આવ્યું છે, કારણ કે એને કંપનીના બેબી ટેલકમ પાવડરના ક્ટલાક બેચીસ એવા મળી આવ્યા છે જેમાં વર્ષ 2010 સુધીની એક્સપાયરી ડેટ હતી અને તેમાં કેન્સર કરી શકે તેવા તત્વો હતા.

એફડીએને માલુમ પડ્યું છે કે 2007માં ઉત્પાદિત બેબી ટેલકમ પાવડરના 15 બેચીસમાં વર્ષ 2010 સુધીની એક્સપાયરી ડેટ હતી. આ તમામમાં એથીલીન ઓક્સાઈડ હોવાનું માલુમ પડ્યું છે જે કાર્સિનોજન છે.

એફડીએના અધિકારીઓએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે આ પાવડરના ઉત્પાદન માટેની પ્રક્રિયા આરોગ્યપ્રદ નથી અને તેનાથી ગ્રાહકોમાં કેન્સર થવાનું જોખમ રહે છે. તેથી અમે તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. કંપનીએ લાઈસન્સ રદ કરાયાના અહેવાલને સમર્થન આપ્યું છે.

English summary
Johnson and johnson's cosmetic license cancel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X